રાજકોટ શહેર પોલીસ કમિશનરે શાળા કોલેજો માટે સુરક્ષા અંગેનાં સુચનો આપ્યા

New Update
રાજકોટ શહેર પોલીસ કમિશનરે શાળા કોલેજો માટે સુરક્ષા અંગેનાં સુચનો આપ્યા

હરિયાણાનાં ગુડગાંવ રાયન સ્કુલનાં વિદ્યાર્થી પ્રદ્યુમનની હત્યા બાદ રાજકોટ પોલીસ પણ સતર્ક બની છે. અને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક માર્ગદર્શીકા જાહેર કરી છે. જેમાં શહેરની તમામ સ્કૂલોને કેટલાંક સુચન કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા શાળા કોલેજો માટે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ શાળાનાં સીસીટીવી ચાલુ છે કે કેમ અને તેનું રેકોર્ડીંગ નિયમિત થાય છે કે કેમ તે સુનિશ્ચિત કરવા અંગેની સુચનાઓ આપી હતી.

શાળામાં નોકરી કરતા કાયમી, હંગામી સ્ટાફ અંગેની માહિતીની સ્થાનિક પોલીસ મથકમાં નોંધણી કરાવવી, શાળાના શિક્ષક, ક્લાર્ક, પટ્ટાવાળા, બસ ડ્રાઈવર, કંડકટર, સિક્યુરિટી, સહિતના કર્મચારીઓનાં ભૂતકાળની તપાસ કરવા ઉપરાંત દરેક કર્મચારીનુ નામ, સરનામુ સહિતની માહિતી રજીસ્ટર રાખવી સહિત કર્મચારીઓની માનસિક સ્થિતિ સંપૂર્ણ સારી છે કે નહિ તેની તપાસ કરવી, અને શાળામાં બાથરૂમના દરવાજા તેમજ બહાર ગ્રાઉન્ડ અને પાર્કિંગ સુધી સીસીટીવી કેમરા લગાડીને સુરક્ષા વ્યવસ્થા વધારવા અંગેની સુચનાઓ આપવામાં આવી છે.