/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/rajkot-2.jpg)
રાજકોટ પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે. જે સોશ્યલ મીડિયામાં મહિલાઓના બિભત્સ ફોટોગ્રાફ્સ અપલોડ કરતો અને ત્યારબાદ મેલ એસ્કોટના નામે લોકો સાથે છેતરપિંડી કરતો હતો. પોલીસ તપાસમાં આરોપીએ અત્યાર સુધીમાં 30 જેટલા લોકો પાસેથી 40 હજાર જેટલી છેતરપીંડી કરી હોવાનું ખુલ્યું છે. એટલું જ નહીં આરોપીએ ફેસબૂક પર રાજકોટ અને સુરતના યુવક યુવતીઓને પોતાની જાળમાં ફસાવવા માટે ફેસબૂક પેજ પણ તૈયાર કર્યા હતા. જુઓ કોણ છે આ શખ્સ અને કેવી રીતે કરતો છેતરપીંડી અમારા આ રિપોર્ટમાં..
રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ શખ્સનું નામ છે. સુનિલ નવનીત નાંઢા .સુરતના ઉધના વિસ્તારના મીરાનગરમાં રહેતા સુનિલ પર આરોપ છે. ફેઅબુકમાં યુવતીઓના ફોટા અપલોડ કરી બિભત્સ પોસ્ટ કરવાનો અને મેલ એસ્કોટના નામે છેતરપિંડી કરવાનો.સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો, માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના ફોટા સોશ્યલ મીડિયામાં અજાણ્યા શખ્સે અપલોડ કરી બિભત્સ પોસ્ટ કરી હોવાની અરજી કરી હતી. જેને આધારે રાજકોટ સાયબર સેલ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સુરતમાં રહેતા સુનિલ નાંઢા નામનો શખ્સ ફેસબૂક પર 'રાહુલ મોદી' નામના બોગસ ફેસબૂક એકાઉન્ટ યુઝ કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીની સુરત થી ધરપકડ કરી પૂછપરછ કરતા મેલ એસ્કોટના નામે 20 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવ્યું હતું. હાલ પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે.
કેવી રીતે કરતો છેતરપીંડી ?
પોલીસના કહેવા મુજબ, આરોપી સુનિલ નવનીત નાંઢા ફેસબૂક પર 'રાહુલ મોદી' નામનું બોગસ ફેસબૂક એકાઉન્ટ ખોલ્યું હતું. જેમાં તેને બે ફેસબૂક પેજ ક્રિએટ કર્યા હતા. 'રાજકોટ બોયઝ એન્ડ ગર્લ્સ' અને 'સુરત બોયઝ એન્ડ ગર્લ્સ'. આ બન્ને ફેસબુક પેજ પર યુવતીઓના ફોટા અપલોડ કરી બિભત્સ પોસ્ટ કરતો અને મેલ એસ્કોટ સર્વિસની પોસ્ટ કરતો હતો. કોઈ એસ્કોટ સર્વિસ માટે સંપર્ક કરે તો તેને વિશ્વાસમાં લઈને પે-ટીએમ મારફતે રૂપિયા ટ્રાન્સફર કરવી છેતરપિંડી કરતો હતો. પોલીસ તપાસમાં કુલ 40 હજાર જેટલી છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું છે.
મહિલાઓના ફોટા અપલોડ કરી મેલ એસ્કોટ સર્વિસની પોસ્ટ સોશ્યલ મીડિયામાં અપલોડ કરી યુવતીઓના ચરિત્ર પર આંગળી ચીંધનારા શખ્સની પોલીસે ધરપકડ કરી જેલના સળિયા ગણતો કરી દીધો છે. જોકે આ પ્રકારે કોઈ યુવતી શિકાર બની હોઈ તો પોલીસનો સંપર્ક કરવો અને આવા હેવાનોને ઉઘાળા પાડવા જરૂરી છે. ત્યારે પોલીસ આ શખ્સ પાસે કેટલા ગુનાઓની કબૂલાત લાવી શકે તે જોવું રહ્યું