રાજકોટ SOG પોલીસે RTOના મેમો નું ડુપ્લીકેટ રસીદ આપતું કૌભાંડ ઝડપી પાડ્યુ

0
1186

રાજકોટ પોલીસે એક એવું કૌભાંડ ઝડપી પાડ્યું છે કે જે સાંભળી તમે પણ ચોંકી ઉઠશો..જી હા રાજકોટ SOG પોલીસે RTO ના મેમો નું ડુપ્લીકેટ રસીદ આપતું કૌભાંડ ઝડપી પાડ્યું છે.. ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવતા RTO મેમો ની ઓછી રકમ ભરપાઈ કરવી પડે તે માટે લાલચ માં આવી રતો ની ડુપ્લીકેટ રસીદ બનાવી વાહન છોડાવી આપતા ૬ આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ હરી છે..  આવો જોઈએ કોણ છે આ શખ્સો અને કેવી રીતે આચર્યું કૌભાંડ.

રાજકોટ પોલીસ જાપ્તામાં રહેલ આ શખ્સો ને ધ્યાનથી જુઓ જેના નામ છે મનીષ ઉર્ફે સાગર મહેતા , હાર્દિક જાદવ , યશરાજ માંજરીયા , જય સિંધવા , જયરાજ ગેડીયા અને ભાવેશ કાટોડીયા… આ શખ્સો પર આરોપ છે RTO ની ડુપ્લીકેટ રસીદ બનાવવાનો .. રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને SOG પોલીસ ને બાતમી મળી હતી કે , પોલીસ દ્વારા આપવામાં આવતા RTO મેમોની ડુપ્લીકેટ રસીદ મારફત વાહન છોડાવવામાં આવી રહ્યા છે જે અંતર્ગત તપાસ દરમિયાન પોલીસે તમામ ૬ આરોપી ની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી જેમાં તેઓ ઓછી કીમતે રૂપિયા મેળવી રસીદ આપતા હોવાનું સામે આવ્યું હતું.. પોલીસે આરોપી ને પકડી પડી તેની પાસેથી ૨૭ ડુપ્લીકેટ રસીદ ૨ લેપટોપ , ૨ પ્રિન્ટર , સ્ટેમ્પ , મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે..

કેવી રીતે આચરતા કૌભાંડ અને શું હતી મોડેસ ઓપરેન્ડી ?

પકડાયેલ આરોપીઓ પૈકી જયરાજ RTO કચેરી ખાતે પોલીસ દ્વારા આપવામાં આવતા મેમો અંગે દંડ ભરવામાં આવતા કાઉન્ટર નજીક માં રહી મેમો ભરવા આવતા વ્યક્તિ ને ઓછો દંડ કરી આપવાનું કહી લાલચ આપી મેમો અને રૂપિયા મેળવી કોમ્પ્યુટર માંથી સોફટવેરની મદદથી માસ્ટર ફાઈલ માં નામ સુધારી બારકોડ જનરેટ કરી ઈમેમો ડુપ્લીકેટ રસીદ આપી કૌભાંડ આચરતા હતા.. પોલીસે આરોપીઓ પાસેથી રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત , વીરપુર , ભાવનગર , અને સુરેન્દ્રનગર RTO ની ડુપ્લીકેટ રસીદ કબજે કરી તપાસ હાથ ધરી છે.. ઉલેખ્ખનીય છે કે આ ભેજાબાજો સરકારી સોફ્ટવેર માં ગોલમાલ કરી ડુપ્લીકેટ રસીદ બનાવી આપતા જે પોલીસ પણ ઓળખી શક્તિ ન હતી અને લોકોને વાહન છોડી આપતી હતી.. ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસે બે વર્ષ માં કરેલ ૪૦૦૦ જેટલા RTO મેમોમાં છેતરપીંડી ની આશંકા આધારે તમામ કેસની રસીદ અંગે ખરાઈ પણ કરવામાં આવશે..

પકડાયેલ આરોપીઓ ડુપ્લીકેટ રસીદ માં બાર્કોદ્દ પણ છાપી ને આપતા હતા જે કેવી રીતે આંતરવામાં આવતો તે સૌથી મોટો સવાલ છે અને જેમાં RTO કચેરીના કોઈ કર્મચારી કે અધિકારી ની સંડોવણી હોવાની શક્યતા સેવાઈ રહી છે જે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે… હાલ પોલીસે છ આરોપી ની આઈપીસી કલમ ૪૨૦ , ૪૬૫ , ૪૬૭ , ૪૬૮ , ૪૭૧ ,૪૭૨ , ૪૭૪ અને ૧૨૦ બી મુજબ ગુનો નોંધી સરકાર ને આર્કથિક નુકશાન પહોચાડવા બદલ ધરપકડ કરી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે જેમાં આવતા દિવસોમાં વધુ કેટલાક ખુલાસા થવાની સંભાવના જોવા મળી રહી છે..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here