Top
Connect Gujarat

રાહુલ ગાંધીની કાર પર હુમલો કરનાર ભાજપના કાર્યકર્તાની કરાઈ ધરપકડ

રાહુલ ગાંધીની કાર પર હુમલો કરનાર ભાજપના કાર્યકર્તાની કરાઈ ધરપકડ
X

ગુજરાતના પૂર પ્રભાવિત વિસ્તાર બનાસકાંઠાની મુલાકાત દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર પથ્થર મારવામાં આવ્યા હતા, આ કૃત્યને અંજામ આપનાર ભાજપના કાર્યકર્તાની પોલીસે ધરપકડ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત રાજ્યમાં પડયા છે. અને કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કરીને પીએમ મોદીના પૂતળા દહન કરવામાં આવ્યુ હતુ.

રાહુલ ગાંધીની કાર પર હુમલો કરનાર ભાજપના કાર્યકર્તા જયેશ દરજીની પોલીસે ધરપકડ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. જયેશ દરજી યુવા ભાજપનો મહામંત્રી હોવાનું પણ સૂત્રો જાણવી રહ્યા છે, હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર થયેલા હુમલાના પગલે કોંગ્રેસે ભાજપ અને આરએસએસ પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.

Next Story
Share it