/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/04/mukesh-ambani.jpg)
જિયો ગિગા ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ગઈ કાલે યોજાયેલી ૪૧મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ દેશભરમાં કનેક્ટીવિટી વધારવાના હેતુથી હાઇ સ્પિડ જિયો ગિગા ફાયબર બ્રોડબેન્ડ સવસ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.
આ દરમિયાન તેમણે લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્સ સાથેના જિયો ફોન-૨ પણ લોન્ચ કર્યો હતો. જિયો ફોન-૨માં યૂ-ટયુબ, ફેસબુક અને વ્હોટ્સએપ સહિતના અનેક એપ્સને અપગ્રેડ કરાયા છે. દેશમાં ટેલિકોમ ક્રાંતિ આણનારા રિલાયન્સ જિયોની વાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, હવે અમે જિયોની ક્ષમતાઓ વધુ વિસ્તારી છે. અમે તેને આગળના સ્તરે લઈ જવા માંગીએ છીએ. અમે ગિગા ફાયબર હાઇસ્પિડ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ઘરે ઘર, તમામ વેપારીઓ અને નાનકડા ઔદ્યોગિક સાહસોથી મોટા કોર્પોરેટ્સ સુધી લઈ જવા માંગીએ છીએ. આ સર્વિસ એકસાથે દેશના ૧,૧૦૦ ઘર સુધી પહોંચી જશે.
આ સર્વિસ દેશવાસીઓને ફિક્સ લાઇન બ્રોડબેન્ડ અલ્ટ્રા હાઇ ડેફિનેશન એન્ટરટેઇનમેન્ટ ટીવીના મોટા સ્ક્રીન સુધી લઇ જશે. ગ્રાહકો પોતાના લિવિંગ રૃમમાંથી મલ્ટી પાર્ટી વીડિયો કોન્ફરન્સિંગ, વોઇસ એક્ટિવેટેડ વર્ચ્યુઅલ આસિસ્ટન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી ગેમિંગ અને ડિજિટલ શૉપિંગ કરી શકશે. જિયોના ગિગાફાયબર ટ્રાયલ્સ ચાલુ છે અને તેનું રજિસ્ટ્રેશન સ્વતંત્રતા દિવસથી શરૃ થઇ જશે.
આ દરમિયાન મુકેશ અંબાણીએ ફક્ત રૃ. ૨,૯૯૯ની કિંમતનો જિયો ફોન-૨ ૧૫મી ઓગસ્ટે બજારમાં આવી જશે એવી પણ જાહેરાત કરી હતી. અંબાણીએ કહ્યું હતું કે, ૨૧મી જુલાઈથી ફક્ત રૃ. ૫૦૧માં જૂનો જિયો ફોન આપીને નવો મેળવી શકાશે. અમે જિયો ગીગા ફાયબરની મદદથી ભારતને દુનિયાના ટોપ-૫ ફિક્સ લાઇન બ્રોડબેન્ડ સર્વિસ આપતા દેશોમાં લાવવા માંગીએ છીએ. હાલ દસ હજાર ઘરોમાં તેનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. જિયો ૫૮,૦૦૦ કોલેજ અને યુનિવસટી અને લાખો સ્કૂલોને એકબીજા સાથે જોડશે. આ સંસ્થાઓ સામૂહિક રીતે કુલ ૨૦ કરોડ બાળકોને શિક્ષણ આપે છે.
જિયો ગીગા સેટ ટોપ બોક્સ વિશે અંબાણીએ કહ્યું હતું કે, હવે એમબીપીએસના દિવસો ગયા, અમારી પાસે જીબીપીએસ છે. અમારી પાસે બીજું ફિચર સેટ ટોપ બોક્સનું છે, જેમાં કૉલિંગની પણ સુવિધા છે. આ ફિચરની મદદથી જિયો ટીવી યુઝર્સ બીજા યુઝરને વીડિયો કૉલિંગ પણ કરી શકે છે. આ ફિચરથી હેલ્થ કન્સલ્ટન્સીમાં ક્રાંતિ આવશે. જિયોના એન્જિનિયરો આ ફિચરને ફક્ત એક કલાકમાં તમારા ઘરમાં સેટ અપ કરી દેશે. જિયો ગીગા ટોપ બોક્સ ઘરમાં ૪-કે રિઝોલ્યુશન થિયેટર જેવું છે.