Connect Gujarat
ગુજરાત

લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચ અને પ્રોલાઈફ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અંકલેશ્વર વચ્ચે કરાયા MOU

લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચ અને પ્રોલાઈફ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અંકલેશ્વર વચ્ચે કરાયા MOU
X

લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી, ભરૂચ અને પ્રોલાઈફ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અંકલેશ્વર વચ્ચે એક MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ MOUના ભાગરૂપે બંન્નેવ સંસ્થાઓ દ્વારા શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે તફાવતને જોડવા તેમજ તેને વિકસાવવા માટે સહાય કરવા માટે જ્ઞાન સંવર્ધન સંશોધન પ્રવૃતિ વિધાર્થીઓના પ્લેસમેંટ વગેરે મુદાઓમાં સહયોગ આપવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો. કિશોર ઢોલવાણીએ વધુ માહિતિ આપતા જણાવ્યું હતું કે પ્રોલાઇફ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ સાથે કરાર કરવાથી અમે અમારા વિદ્યાર્થીઓને રાઇટ ટાઇમ એજ્યુકેશન ફક્ત ચોપડાઓમાં નહીં પણ પ્રેકટીકલી પણ આપી શકીશું. જેથી વિદ્યાર્થીઓ જયારે ભણીને નીકળે સ્વનિર્ભર અને ઇન્ડસ્ટીઝમાં કામ કરવાના અનુભવી હોય.

આ પ્રસંગે લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચના એશોસિયેટ પ્રા.ડૉ.નિધિ ચૌહાણ તેમજ પ્રો.ડૉ.મહંમદ સોયેબ પણ ઉપસ્થીત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રોલાઇફ ઇન્ડસ્ટ્રીઝન એમ.ડી. એમ.એસ.જોલીએ કોલેજના વિચારોને વધાવી પૂર્ણ સહકાર આપવાની બાંહેધારી આપી હતી. આ પ્રસંગે પ્રોલાઇફ ઇન્ડસ્ટ્રીઝના ચેતન કપાસી અને યોગેશ પારીક ઉપસ્થીત રહ્યા હતા.

Next Story
Share it