/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/sddefault-15.jpg)
સુરતથી વડોદરા તરફ જઈ રહેલી લસણની બોરીઓ ભરેલી ટ્રકમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર પોલીસે ખરોડ ચોકડી પાસેથી 5827 નંબરની એમપી પાર્સિંગની ટ્રકને અટાવી હતી. તેની તપાસ કરતાં તેમાં ભરેલી લસણી બોરીઓ નીચેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
ટ્રકને પોલીસ સ્ટેશન ખાતે લાવીને ખાલી કરવામાં આવતાં તેમાંથી લસણનાં 99 કટ્ટા જેની કિંમત રૂપિયા 9900 મળી આવ્યા હતા. જ્યારે તેની નીચે રાખેલો વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ 8028 જેની કિંમત રૂપિયા 1800474 આંકવામાં આવી હતી.
તાલુકા પોલીસે ટ્રક ડ્રાઈવર યોગેશ રામનાથ રાજોડિયા, મૂળ ઈન્દોરનાં રહિશની અટકાયત કરી પૂછપરછ કરી હતી. તેની અંગ ઝડતી લેતાં તેની પાસેથી રોકડા રૂપિયા 3000 અને બે મોબાઈલ મળી આવ્યા હતા. જ્યારે અન્ય એક શખ્સ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ ટ્રકમાં મૂકેલો દારૂ કોનો હતો અને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.