/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/Manajalpur-Pani-Tanki-Lokarpan-5.jpg)
વડોદરામાં રાજ્યકક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઘ્વજવંદન કરશે. આ કાર્યક્રમને અનુલક્ષીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શહેરની મુલાકત લીધી હતી.
વડોદરા મહાનગર પાલિકા દ્વારા આયોજીત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં હસ્તે વિવિધ શહેરી વિસ્તારો માટેનાં રૂપિયા 130.29 કરોડનાં સાત કામોનું લોકાર્પણ અને પાંચ કામોનું ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે સંબોધન કરતા નીતિન પટેલે જણાવ્યુ હતુ કે નાગરિકોનું કામ કરવુ એજ રાજ્ય સરકારનો ધ્યેય અને અમારો સંકલ્પ છે, વધુમાં પટેલે ટકોર કરતા જણાવ્યુ હતુ કે અમારી સરકાર વાયદા બજારની સરકાર નથી અને લોકોની કોણીએ ગોળ ચોંટાડવાની અમારી નીતિ નથી. જવાદારી પૂર્વક રાજ્યનાં વિકાસનાં કામો કરીને અમે લોકોની પરીક્ષાઓમાં સતત સફળ થયા છે.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય યોગેશ પટેલ, જીતુ સુખડીયા, સાંસદ રંજનબહેન ભટ્ટ, મેયર ભરત ડાંગર, મહાનગર પાલિકાના કમિશનર ડો.વિનોદ રાવ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.