વડોદરા જિલ્લાના ડભોઇ પંથકમાં 24 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબખ્યો છે. વરસાદને પગલે નીચાણવાળા  વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, ત્યારે નગર પાલીકાની પ્રિમોનસુન કામગીરી સામે સવાલો પણ ઉઠ્યા છે.

ડભોઇ તાલુકામાં છેલ્લા 3 દિવસથી છૂટા છવાયા વરસાદ બાદ ગત રોજથી ભારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેને પગલે 24 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ડભોઇના વિવિધ વિસ્તારો જેવા કે મહુડી ભાગોળ, માછીવાડ ખાડા, રેલ્વે ફાટક ખાડા વિસ્તાર, જનતાનગર, સિકંદરભાઈ ચાલી વિસ્તાર, અંબિકા નગર, ઉમા કોલોની, નંદનવન, શિવશક્તિ, પ્રભૂદાસ પાર્ક, શ્રીનાથજી સોસાયટી, આશીર્વાદ સોસાયટી, ડેપો વિસ્તાર, નગરપાલીકા શોપીંગ, પશુ દવાખાના, સિવિલ કોર્ટ સહિતના વિવિધ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.

ડભોઇ પંથકમાં ભારે વરસાદ વરસતા નગરપાલીકાની પ્રિમોનસુન કામગીરી ઉપર મોટા સવાલો ઊભા થયા છે. પાણીનો કોઈ નીકાલ ન હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ચાલુ વર્ષે સિઝનનો કુલ 60.24 ઇંચ વરસાદ વરસ્યો હોવાને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોના 15000 હેક્ટરમાં વાવેલ ડાંગરનો પાક સારો ઊગશે તેવી આશા વ્યક્ત કરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here