Connect Gujarat
ગુજરાત

વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે અત્યાર સુધી 30 ઉમેદવારીપત્રો ભરાયાં

વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે અત્યાર સુધી 30 ઉમેદવારીપત્રો ભરાયાં
X

વડોદરા વકીલ મંડળની તા.21 ડિસેમ્બરે યોજાનાર સામાન્ય ચૂંટણી માટેની શરૂ થયેલી પ્રક્રિયામાં અત્યાર સુધીમાં પ્રમુખ સહિતના પદો માટે 30 ઉમેદવારી પત્રો ભરાયા છે. આ વખતની ચૂંટણીમાં પણ વકીલોની બેઠક વ્યવસ્થાનો મુખ્ય મુદ્દો રહેશે.તા.9 ડિસેમ્બર ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે.

વડોદરા વકીલ મંડળની તા.21 ડિસેમ્બરના રોજ યોજાનાર રસાકસીભરી ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાના ત્રીજા દિવસના અંતે 30 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં આજે ગત ચૂંટણીમાં સભ્ય તરીકે ચૂંટાઇ આવેલા યુવા ધારાશાસ્ત્રી હર્ષદભાઇ પરમારે આજે જનરલ સેક્રેટરી પદ માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ ઉપરાંત અન્ય વકીલોએ પણ વિવિધ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી.

શહેરના દિવાળીપુરા ખાતે આવેલી વૈભવી કોર્ટમાં યોજાનાર રસાકસીભરી ચૂંટણીમાં વકીલોની બેઠક વ્યવસ્થાનો પેચીદો પ્રશ્ન છે. કોર્ટની શરૂઆત થઇ ત્યારે વકીલો દ્વારા બેઠક વ્યવસ્થાને લઇ ભારે આંદોલન થયું હતું. પરંતુ, બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ થયો ન હતો. આ વખતની ચૂંટણીમાં પણ બેઠક વ્યવસ્થાનો મુદ્દો ચૂંટણી પ્રચારમાં મુખ્ય રહે તેમ મનાય છે.

પ્રમુખ, જનરલ સેક્રેટરી, જોઇન્ટ સેક્રટરી, ટ્રેઝરર, લાયબ્રેરી સેક્રેટરી, કમિટી મેમ્બર, લેડી રીઝર્વ સહિતની બેઠકો માટે આ વખતે 2400 જેટલા વકીલો મતદાન કરશે. આ ચૂંટણી દિવાળીપુરા ખાતે આવેલી કોર્ટમાં યોજાશે. કોર્ટ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ ઉમેદવારો દ્વારા પણ પોતાનો પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. તા.9 ડિસેમ્બર ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે.

Next Story
Share it