/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/17210750/3-8.jpg)
ડેન્ગ્યુએ શહેરમાં 24 કલાકમાં જ બીજો ભોગ લીધો છે. વિદેશ અભ્યાસ કરવાની
તૈયારી કરી રહેલાં તરસાલીના આશાસ્પદ યુવકનું ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યું છે.
અત્રે નોંધનિય છે કે, ડેન્ગ્યુના કેસમાં વધારો થઈ રહ્યો હોવા છતાં મહાનગર સેવાસદન દ્વારા મચ્છરના
ઉપદ્રવ અંગે કોઈ જ નક્કર કામગીરી હાથ ધરવામાં નિષ્ફળ પુરવાર થયું છે.
શનિવારે ડેન્ગ્યુના કારણે ગોત્રી ગામના 31 વર્ષિય યુવાનના મોત બાદ આજે
રવિવારે તરસાલી વિસ્તારના યુવકનું ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યું છે. તરસાલી
વિસ્તારનાં 113, શાંતિનગર સોસાયટીમાં રહેતો 24 વર્ષિય કૌશલ રાજેશભાઈ સેવક યુ.કે. અભ્યાસ
કરવા જવાની તૈયારી કરી રહ્યો હતો. તેના વિઝા પણ આવી ગયા હતાં અને એકાદ મહિનામાં તે
યુ.કે. જવાનો હતો.
તાજેતરમાં કૌશલને તાવ આવતાં સ્થાનિક તબીબ પાસે સારવાર કરાવવામાં આવી હતી.
બાદમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રિપોર્ટ કરાવતાં
ડેન્ગ્યુ પોઝિટીવ આવ્યો હતો. ડેન્ગ્યુની સારવાર દરમિયાન જ તેનું આજે કરુણ મોત
નિપજ્યું હતું. કૌશલના મોતને પગલે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. તેમજ વિસ્તારમાં
અરેરાટી વ્યાપી ગઈ હતી. સ્થાનિક લોકોએ તરસાલી વિસ્તારમાં સફાઈ નહીં થવાને કારણે
મચ્છરનો ઉપદ્રવ વકર્યો હોવાથી સેવાસદન તંત્ર સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો.