Connect Gujarat
ગુજરાત

વહિયાલ ગામના સરપંચ વિરુદ્ધ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા મુકવામાં આવેલ અવિશ્વાસની દરખાસ્તનો થયો ફિયાસ્કો

વહિયાલ ગામના સરપંચ વિરુદ્ધ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા મુકવામાં આવેલ અવિશ્વાસની દરખાસ્તનો થયો ફિયાસ્કો
X

બે તૃતીયાંશ બહુમત સભ્યો અવિશ્વાસ દરખાસ્તમાં ન થતા સરપંચ પદે કનકસિંહ બરકરાર

વાગરા તાલુકાના વહીયાલ ગામે ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ પંચાયતના સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓ ટાંકીને અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. પરંતુ અવિશ્વાસની દરખાસ્ત મુકનાર સભ્યો તરફે બહુમતીનો અભાવ હોવાથી દરખાસ્ત ટકી ન શકતા સરપંચ પદ બરકરાર રહેવા પામ્યું હતું.

વાગરાના વહીયાલ ગામે કુલ ૮ સભ્યોનું સંખ્યાબળ ધરાવતી વહીયાલ ગ્રામ પંચાયતમાં પાંચ સભ્યો દ્વારા અલગ અલગ ૧૩ મુદ્દાઓ ટાંકીને ગ્રામ પંચાયતના સરપંચ કનકસિંહ શિવસિંહ યાદવ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.

જે અંગે વહીયાલ ગ્રામ પંચાયત ખાતે પી.કે ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને અવિશ્વાસ દરખાસ્ત બેઠક યોજવામાં આવી હતી.જેમાં ડેપ્યુટી સરપંચ સહીત પાંચ સભ્યોએ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મત આપ્યો હતો.જયારે સપંચ સહીત અન્ય ત્રણ સભ્યોએ દરખાસ્તની વિરુદ્ધ મત આપતા અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થઇ જવા પામ્યો હતો.

અત્રે નોંધનીય છે કે ગુજરાત પંચાયત ધારા ૧૯૯૩ ની કલમ ૫૬ મુજબ પંચાયતના કુલ સભ્યોની સંખ્યાના બે તૃત્યાંસ બહુમત સભ્યો થાય તો જ અવિશ્વાસની દરખાસ્ત મંજુર થઇ શકતી હોય છે.આમ વહિયાલ ખાતે દરખાસ્તની તરફેણમાં ૬ ને બદલે ૫ સભ્યો થતા અવિશ્વાસની દરખાસ્તનું સુરસુરીયું થઇ જવા પામ્યુ હતુ.અને સરપંચ અવિશ્વાસ દરખાસ્તની પ્રક્રિયામાંથી હેમખેમ પસાર થઇ ગયા હતા.

વહીયાલ ખાતે અવિશ્વાસ દરખાસ્ત યોજાવાની હોઈ શાસક પક્ષ અને વિરોધ પક્ષના ટોળા જામતા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તકેદારીના ભાગરૂપે વાગરા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.જ્યારે સરપંચ અવિશ્વાસની દરખાસ્તમાં થી હેમખેમ પાર થઈ જતા તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને વિજ્યોત્સવ મનાવ્યો હતો.

અવિશ્વાસ દરખાસ્તની તરફેણ (સમર્થન)માં મત આપનાર

(૧) યુનુસભાઈ રાજભા ચૌહાણ (ડે- સરપંચ)

(૨) જમનાબેન દિનેશભાઇ વસાવા

(૩) ચંન્દ્રિકાબેન પ્રદીપસિંહ રાજ

(૪) મેરૂભાઈ મોતીભાઈ રાઠોડ

(૫) ગણપતભાઈ નાગજીભાઈ પ્રજાપતિ

અવિશ્વાસ દરખાસ્તની વિરુદ્ધ (વિશ્વાસ)માં મત આપનાર

(૧) સિંધા નાથુભાઈ અંબાલાલ

(૨) કપિલાબેન શાંતિલાલ

(૩) રેખાબેન જોરાવરસિંહ યાદવ

(૪) કનકસિંહ શિવસિંહ યાદવ ( સરપંચ)

Next Story