Connect Gujarat
ગુજરાત

વાગરાના વહીયાલગામે સ્મશાન વિવાદમાં બે શખ્શો પર થઈ એટ્રોસીટીની ફરીયાદ

વાગરાના વહીયાલગામે સ્મશાન વિવાદમાં બે શખ્શો પર થઈ એટ્રોસીટીની ફરીયાદ
X

સ્મશાનમાં દફન વિધી ના કરવા દેનાર સરપંચ સહિત બે શખ્શો પર એટ્રોસિટી એકટ હેઠળ કરાઇ ફરીયાદ

વાગ્રા તાલુકાના વહીયાલ ગામે આદિવાસી સ્મશાનનો વિવાદ વધુ વકર્યો છે.જેમાં મૃતક આદિવાસી મહિલાની લાશની દફન વિધી ના કરવા દેનાર સરપંચ સહિત બે શખ્શો સામે પંચાયતના જ આદિવાસી સભ્યએ એટ્રોસિટી એકટ હેઠળ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વહીયાલ ગામ ખાતે છેલ્લા કેટલાક મહિનાથી આદિવાસી સમાજના સ્મશાનનો વિવાદ ઉભો થયો હતો.જેમાં સરપંચ સહિતના લોકોએ સ્મશાનની જમીન બારોબાર જંગલ ખાતાને આપી દીધી હોવાના આક્ષેપ થયા હતા.ગામના આદિવાસી સમાજે આ અંગે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પણ આપ્યું હતું.દરમિયાન તા.૧૩ ઓગસષ્ટના રોજ ગામમાં એક આદિવાસી મહિલા લખીબેન રયજીભાઇ રાઠોડનું મોત નીપજયું હતું.જેની દફનવિધી માટે પંચાયતના સભ્ય મેલાભાઇ મોતીભાઇ રાઠોડ(તલાવીયા)ડેપ્યુટી સરપંચ યુનુસ ચૌહાણ તથા આગેવાન કિરણસિંહ સિંધા સહિતના લોકો સાથે સરપંચ કનકસિંહ શીવસિંહ યાદવને ત્યાં ગયા હતાં.જયાં પ્રવિણસિંહ દોલતસિંહની હાજરીમાં મૃતક લખીબેનની લાશની દફનવિધી કરવા બાબતે કહેતા સરપંચ કનકસિંહ યાદવ તથા પ્રવિણસિંહ સિંધાએ તેમને આદિવાસી સમાજનું સ્મશાન ન હોવાનું જણાવી તમારે જયાં દફનવિધી કરવી હોય ત્યાં કરો તેવો ઉડાઉ જવાબ આપી,જાતી વિષયક અપમાન કરી,થાય તે કરી લેવાની ધમકી આપતા સ્મશાનનો વિવાદ વકર્યો હતો.

સરપંચન આવા ઉદ્ધત વર્તનથી ગરમાયેલા આદિવાસી સમાજે મૃતકની લાશને કલેકટર કચેરી પર લઈ જવા માટે ટેમ્પો લઈ નીકળતા પોલીસ તથા વહિવટી તંત્ર દોડતું થયું હતું.આખરે પોલીસ તથા વહિવટી તંત્રની હાજરીમાં વિવાદીતિ સ્થાન પર મૃતક લખીબેનના દેહની દફન વિધી કરવામાં આવી હતી.

સ્મશાનના આ વિવાદિત કેસમાં આદિવાસી સમાજની મહિલાની લાશની દફનવિધી ના કરવા દઈ જાતિવિષયક અપમાન કરનાર વહિયાલ ગામના સરપંચ કનકસિંહ યાદવ તથા પ્રવિણસિંહ સિંધા સામે પંચાયતના જ સભ્ય મેલાભાઇ રાઠોડે વાગરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા ખળભળાટ ઉભો થયો છે.ફરીયાદના આધારે પોલીસે સરપંચ કનકસિંહ યાદવ તથા પ્રવિણસિંહ સિંધાની ધરપકડ કરવાના ચક્રો ગતીમાન કર્યા છે.

Next Story