Connect Gujarat
ગુજરાત

વાગરાના સુવા ગામે મતદાન માટેની લાંબી કતાર છતાં મહિલાઓએ મતાધિકારનો કર્યો ઉપયોગ

વાગરાના સુવા ગામે મતદાન માટેની લાંબી કતાર છતાં મહિલાઓએ મતાધિકારનો કર્યો ઉપયોગ
X

ભરૂચ જિલ્લાના વાગરાના સુવા ગામે મતાધિકારની ફરજને ઉજાગર કરતી ઘટના પ્રકાશમાં આવી હતી. એક તરફ મતદાન માટેની પૂરતી વ્યવસ્થા છતાં ઘણાખરા લોકો મત આપવાથી દૂર રહ્યા હતા. તો બીજી તરફ મહિલા મતદારો એ કલાકો સુધી લાંબી કતારમાં રાહ જોયા બાદ પણ મતદાન માટે નો ઉત્સાહ દર્શાવ્યો હતો.

ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં વહીવટી તંત્ર દ્વારા સારી વ્યવસ્થા ગોઠવવામાં આવતા ચૂંટણી શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. જોકે કેટલાક ગામોમાં એક કે બે બુથ હોવાથી મતદાન કરવા મતદારો એ ઘણો સમય વ્યતીત કરવો પડયો હતો.

વાગરાના સુવા ગામે મત આપવા ગયેલ મહિલાઓ મતદાન મથક પર લાંબી કતાર હોવાના કારણે થાકી જતા પોતાની જગ્યા ઉપર બેસી જવા ફરજ પડી હતી. પરંતુ તેમછતાં મહિલાઓએ નિરાશ થવાના બદલે ઘરના તમામ કામોને પડતા મુકીને તેઓએ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી.

Next Story