/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/unnamed-17.jpg)
ભરૂચ જિલ્લા ના વાલિયા તાલુકા ના એક ગામ માં સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેવાની ઘટના એ ચકચાર જગાવી છે.
જાણવા મળતી વિગતો અનુસાર વાલિયા ના એક ગામ માં રહેતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને યુવકે લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતુ,જેના કારણે સગીરા ગર્ભવતી થતા યુવકે તેણીને ગર્ભ પડાવી નાખવા માટે જણાવ્યુ હતુ અને સમાજમાં બદનામ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધાકધમકી આપી હતી.
કહેવાતા પ્રેમ માં ગળાડૂબ બનેલી સગીરા ને યુવક તરફથી તરછોડવામાં આવતા યુવતીએ આખરે ન્યાય માટે વાલિયા પોલીસના ધ્વાર ખટખટાવ્યા હતા.અને પ્રેમી યુવક સામે આ અંગે ની ફરિયાદ દર્જ કરાવી હતી.
પોલીસે ભોગ બનેલી સગીર યુવતી ની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.