New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/04/download-13.png)
રસ્તો બનાવવા માટે મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું
વાલિયાના મુખ્ય બજારમાં ખખડધજ માર્ગથી હેરાન પરેશાન થઇ ગયેલા વેપારીઓએ મામલતદારને આવેદન પત્ર પાઠવી ત્વરિત માર્ગ બનાવવાની માંગ કરી છે.
વાલીયા મામલતદાર કચેરીના મામલતદાર એ.વી.વણકરને વાલીયા વેપારીઓએ આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી વાલીયા ગામના મુખ્ય બજારમાં ગેસ કનેક્શન નાખવાનું કામકાજ હાથ ધરવામાં આવ્યું છે,જેને પગલે વાલીયાના મુખ્ય બજારના માર્ગ પર આડેધડ ખોદકામ કરવામાં આવતા માર્ગ બિસ્માર બનતા રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે.
ખખડધજ માર્ગને પગલે ધૂળની ડમરીઓ ઉડતા સ્થાનિક વેપારીઓના માલ સમાનને નુકશાન થઇ રહ્યું છે તો બિસ્માર માર્ગથી વેપારીઓ તોબા પોકારી ઉઠ્યા છે.માર્ગ પરથી વાહનો પસાર થતા ધૂળ ઉડવાથી લોકોએ ભારે હાલાકી વેઠીને રસ્તા પરથી પસાર થવું પડે છે. ત્યારે તંત્ર વહેલી તકે વાલીયા બજારનો મુખ્ય માર્ગ બનાવે તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે. આ ઉપરાંત વાલીયા ગ્રામ પંચાયત ખાતે મળેલ ગ્રામસભામાં પણ આ મુદ્દે વેપારીઓએ રજૂઆત કરી હતી.
/connect-gujarat/media/post_attachments/efa8b28e7eaf5afbcf1614a16db359fa0e5fe5c0413ca37158a1de96c6c3c9be.gif)