New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/ssd.jpg)
વાલિયા યુથ પાવરના આગેવાનોએ કિમ નદીમાં આવેલ પૂરને પગલે પ્રભાવિત થયેલા ત્રણ ગામની મુલાકાત કરી લોકોને ભોજન કરાવવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
વાલિયા તાલુકામાં ખાબકેલા ભારે વરસાદને પગલે કિમ નદી ગાંડીતૂર બની હતી નદીના પાણી આજુબાજુના વિવિધ ગામોમાં ફરી વળ્યાં હતા જેને પગલે ગાંધુ,કરા અને મેરા ગામના લોકો પ્રભાવિત થયા હતા આ અંગે આજરોજ યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવા લૂણા ગામના સરપંચ વિનય વસાવા અને વિનય વસાવા,વિજય વસાવા,કેતન વસાવા સહિતના આગેવાનો થતા તેઓએ તાત્કાલિક દોડી જઈ ગામ લોકોની મુલાકાત લીધી હતી અને ત્રણેય ગામના લોકોને ભોજન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ અન્ય ગામોની પરિસ્થિતિ અંગે ચિત્તાર મેળવી પ્રભાવિત ગામોમાં મદદ પહોંચાડવા કવાયત હાથ ધરી છે