New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/sasikala-address-story_647_123116022218.jpg)
તમિલનાડુ માં અમ્મા નામે ઓળખાતા મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુ બાદ શનિવારના રોજ અન્નાદ્રમુકના મહાસચિવ તરીકેની જવાબદારી વી કે શશિકલા એ સાંભળી લીધી છે.
આ માટે મોટી સંખ્યામાં લોકોએ નારા લગાવીને સમર્થન આપ્યુ હતુ તેમજ શશિકલા પણ આ પ્રસંગે ભાવુક થઇ રડી ગયા હતા તેમણે પોતાના ભાષણમાં કહ્યુંકે અમ્મા હંમેશા મારા દિલમાં રહેશે અને મારુ જીવન પક્ષ અને લોકો માટે છે અને આ પક્ષ આગામી 100 વર્ષ સુધી રાજ કરશે.
શશિકલાએ જયલલિતાની ગાડીમાં જ ઓફિસે પહોંચ્યા હતા અને પાર્ટીના સંસ્થાપક એમ જી રામચંદ્રનની પ્રતિમાને અને દિવંગત જયલલિતાની તસવીર પરફૂલહાર ચડાવ્યા હતા.આની જાણ લોકોને થતા તેઓ મોટી સંખ્યામાં કાર્યાલય પર ટોળે વળ્યા હતા