Connect Gujarat

શિયાળુ સત્રનો આજથી પ્રારંભ, વિપક્ષ ગત વર્ષ કરતાં મજબૂત બન્યો, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા

શિયાળુ સત્રનો આજથી પ્રારંભ, વિપક્ષ ગત વર્ષ કરતાં મજબૂત બન્યો, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા
X

કોંગ્રેસ પાસે લોકસભામાં

5૨ સાંસદ છે, ડીએમકેના 24, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના 22 અને વાયએસઆર

કોંગ્રેસ પાર્ટીના 22 સાંસદ છે, જ્યારે શિવસેના વિપક્ષનો

પાંચમો સૌથી મોટો ઘટક પક્ષ છે.

શિવસેનાએ ભાજપની આગેવાની

હેઠળની NDA છોડયા બાદ સંસદના શિયાળુ સત્ર પહેલા વિપક્ષે

તેની સંખ્યા વધારી દીધી છે. સંયુક્ત વિપક્ષની તાકાત લોકસભામાં 200નો આંકડો વટાવી

ગઈ છે, જ્યાં સંખ્યાના અભાવે

વિપક્ષી નેતાનું પદ ખાલી છે.

વિપક્ષમાં બેઠી શિવસેના

શિવસેના પાસે લોકસભામાં 18

અને રાજ્યસભામાં ત્રણ સાંસદ છે. પાર્ટી મહારાષ્ટ્રમાં

નવા રાજકીય સમીકરણની રચના સાથે, વિપક્ષની બેંચમાં આવી

ગઈ છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા કોંગ્રેસ, એનસીપી અને શિવસેનામાં વાતચીત

ચાલી રહી છે, જ્યાં

હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. લોકસભાની વેબસાઇટ વિગતો અનુસાર, કોંગ્રેસ પાસે લોકસભામાં 52 સાંસદ છે, ડીએમકેના 24, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના 22 અને વાયએસઆર

કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) ના 22 સાંસદ છે, જ્યારે શિવસેના વિપક્ષનો

પાંચમો સૌથી મોટો ઘટક પક્ષ છે.

ફારૂક અબ્દુલ્લાનો મુદ્દો ઉઠ્યો

તેમ છતાં, ત્રણ મહત્વપૂર્ણ પક્ષો વાયએસઆરસીપી, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) અને બીજુ

જનતા દળ (બીજેડી) તકનીકી રૂપે તો વિપક્ષમાં છે પણ તેમનું વલણ રાજકારણની

દ્રષ્ટિએ બદલાતું રહે છે. રાજ્યસભામાં, જ્યાં વિપક્ષ ઝડપથી પોતાની

પકડ ગુમાવી રહ્યો છે, શિવસેનાના જોડાવા થી તેને

મજબૂતી મળી છે. શિવસેનાના રાજ્યસભામાં ત્રણ સાંસદ છે. વિપક્ષે સરકાર દ્વારા

બોલાવેલ સર્વદળીય બેઠક દરમિયાન જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક

અબ્દુલ્લાની અટકાયતનો મુદ્દો સંસદના શિયાળુ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા ઉઠાવ્યો

હતો. ફારૂક અબ્દુલ્લા

લોકસભાના સભ્ય છે.

ચિદમ્બરમનો સમાવેશ કરવાની

માંગ

કલમ 37૦ રદ થયા બાદ અને

રાજ્યનું પુનર્ગઠન કરવામાં આવ્યું ત્યારથી ફારૂક અબ્દુલ્લા અને અન્ય બે પૂર્વ મુખ્ય પ્રધાનો ઓમર અબ્દુલ્લા

અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં વિપક્ષી

નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે સર્વપક્ષીય બેઠક બાદ ફારૂક અબ્દુલ્લાને સંસદ

સત્રમાં હાજરી આપવી જોઈએ. તેઓ છેલ્લા ત્રણ મહિનાથી નજરકેદ હેઠળ છે અને અગાઉના

ઉદાહરણો મુજબ જેલમાં બંધ પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમને પણ કાર્યવાહીમાં ભાગ

લેવાની છૂટ આપવી જોઈએ. લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ નિશ્ચિતપણે

કહ્યું કે વિપક્ષ સંસદના શિયાળુ સત્રમાં આર્થિક સંકટનો મુદ્દો ઉઠાવશે.

શિવસેના સાથે સંમત છે ભાજપ

સંસદીય બાબતોના પ્રધાન

પ્રહલાદ જોશીએ ભાજપના પૂર્વ સાથી શિવસેના વિષે કહ્યું કે, શિવસેના કોંગ્રેસ સાથે

જોડાણ રચવાનું કામ કરી રહી છે અને તેમણે

વિપક્ષમાં બેસવાનું પસંદ કર્યું છે. અમે આ અંગે સહમત છીએ અને તેમના મંત્રીએ પણ

સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારથી શરૂ થનારા સંસદના મહત્વપૂર્ણ શિયાળુ સત્ર પહેલા રવિવારે

બોલાવાયેલી સર્વદળીય બેઠકમાં ભાગ લીધો હતો.

Next Story
Share it