સચિન તેંડુલકર સિન્ધુને સોંપશે BMW કાર

New Update
સચિન તેંડુલકર સિન્ધુને સોંપશે BMW કાર

ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને દેશને ગૌરવ અપાવનાર પી.વી.સિન્ધુને બી.એમ.ડબલ્યુ કાર આપશે.

આ કાર સચિન તેંડુલકરના નજીકના મિત્ર અને હૈદરાબાદ બેડ મિન્ટન સંઘના અધ્યક્ષ વી.ચામુંડેશ્વરનાથ ભેટ રૂપે આપશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ 2012માં લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતેલી સાઇના નહેવાલને પણ ચામુંડેશ્વરનાથ દ્વારા અપાયેલી કાર સચિન તેંડુલકરે સાઇનાને સોંપી હતી.