/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/maxresdefault-42.jpg)
અંકલેશ્વર જીઆઇડીસીનાં રોટરી હોલ ખાતે ઉદ્યોગ અને વેપારી મંડળ સાથે વિશ્વ હિન્દુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ મુલાકાત કરી હતી.
અંકલેશ્વર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉદ્યોગ મંડળ તેમજ વેપારી મંડળ માટેનાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં વિશ્વ હિન્દુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મિડીયા સાથેની વાતચીતમાં પ્રવીણ તોગડિયાએ દેશમાં બેરોજગારી વધી છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, મોંઘવારી વધી છે, ત્યારે દેશની દરેક જ્ઞાતિનાં યુવાનોને રોજગારી મળે, સારુ શિક્ષણ મળે, ખેડૂતોને દેવા માંથી મુક્તિ મળે સહિતની વ્યવસ્થા સરકાર દ્વારા કરવી જોઈએ તેમ તેઓએ જણાવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં અંકલેશ્વર નોટીફાઈડ બોર્ડનાં ચેરમેન હિંમત શેલડીયા, વેપારી મંડળના વિનોદ જૈન, વીએચપીનાં અજયભાઇ સહિત ઉદ્યોગ અગ્રણીઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.