/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-10.jpg)
સરદાર સરોવરના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી આવક સારી થઇ રહી છે. ત્યારે ગુજરાત ભરમાં વરસાદ પડતા પાણીની માંગ ઘટતા નર્મદાની મુખ્યકેનાલ માં પાણી છોડવાનું ઘટાડવામાં આવ્યું અગાઉ ૧૨ હજાર કયુસેડ છોડાતું હતું. જે આજે ૫૫૫૪ કયુસેક કરી દેવામાં આવ્યું, પાણીની જાવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૨૪ કલાકમાં ૨૦ સેન્ટિમીટર વધી છે. આમ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.
આજે પાણીની આવક ૧૭૯૨૭ ક્યુસેક થઇ છે. પાણીની આવક સતત રહેતા સરદાર સરોવરમાં લાઈવ સ્ટોરેજ પાણી ૧૫૮૭.૫૮ મિલિયન કયબીક મીટર થયું છે અને મુખ્ય કેનાલ માં ૫૫૫૪ પાણી છોડાય રહ્યું છે જેનું મુખ્ય કારણ છે કે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને વરસાદ ના કારણે પાણી ની માંગ ઓછું થઇ છે. ત્યારે નર્મદા ડેમની જળસપાટી ૧૨૧.૩૮ મીટર થઇ જવા પામી છે અને બંધ આગામી ઉનાળા માટે પાણી ના વપરાશ માટે સક્ષમ બની રહ્યો છે.