Connect Gujarat

સુપ્રીમકોર્ટ દ્વારા ખેડૂતોની આત્મહત્યા મામલે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ ફટકારાઇ

સુપ્રીમકોર્ટ દ્વારા ખેડૂતોની આત્મહત્યા મામલે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ ફટકારાઇ
X

સુપ્રીમકોર્ટ દ્વારા સમગ્ર દેશમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલ આત્મહત્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

જે અંગે ચીફ જસ્ટિસ જે એસ ખેહર અને જસ્ટિસ એન વી રમન્નાની ખંડપીઠે કેન્દ્ર સરકાર સહિત તમામ રાજ્યોની સરકારોને નોટિસ ફટકારી હતી.તથા વધુમાં આરબીઆઇને પણ નોટિસ આપવામાં આવી હતી.

આ નોટિસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સરકાર પાસેથી ફસલ વિમાને લઈને લેવામાં આવેલ પગલા તેમજ તેના અસરકારક અમલ વિશેની માહિતી માંગવામાં આવી છે. જે માટે કોર્ટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે.

વધુમાં કુદરતી આફતોને કારણે ખેડૂતો લોનની ભરપાઈ નથી કરી સકતા તે અંગે સરકાર દ્વારા નીતિ કેમ બનાવવામાં નથી આવી તેનો ખુલાસો માંગ્યો હતો.

Next Story
Share it