સુરતઃ જીવના જોખમે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો નામચીન આરોપી, કરવું પડ્યું હતું ફાયરિંગ

New Update
નવસારીથી ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં પોલીસ વિરૂધ્ધ કરી ફરિયાદ, સારવાર હેઠળ

નવસારીનાં બોરિયાચ ટોલનાકા ઉપર ગત રાત્રિનાં સમયે ફાયરિંગની ઘટના ચર્ચામાં રહી હતી. જોકે નામચીન શક્સને પકડવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું. દરમિયાન આરોપીએ પોલીસ ઉપર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આખરે તેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

સુરતનાં ચોકબજાર રાજા ઓવારા ઉપર ડિસેમ્બર મહિનામાં નામચીન મમ્મુ હાંસોટી ઉપર થયેલા ગોળીબારમાં સોપારી આપનાર માથાભારે અલ્તાફ પટેલને ગુરુવારે રાત્રે ક્રાઈમ બ્રાન્ચે નવસારીના બોરિયાચ ટોલનાકા પાસેથી ફિલ્મીઢબે પીછો કરી ઝડપી પાડ્યો હતો. અલ્તાફે ધરપકડથી બચવા માટે તેની કાર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ સહિત ત્રણ પોલીસ કર્મી ઉપર ચડાવી ઉડાવી દેવાનો પ્રયાસ કરતા ત્રણેય પોલીક કર્મીને ઇજા પહોંચી હતી. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ ગત તારીખ 25મી ડિસેમ્બર ૨૦૧૭ના રોડ રાત્રે ચોકબજાર ચાર રસ્તા રાજા ઓવારા પાસે નામચીન મહંમદ હુસેન ઉર્ફે મમ્મુ ચાંદ મહોમ્મદ હાંસોટી ઉપર બાઈક પર આવેલો અજાણ્યો ફાયરિંગ કરી નાસી ગયો હતો જેમાં મમ્મુ હાંસોટીને હાથમાં ગોળી વાગી હતી. બનાવ અંગે લાલગેટ પોલીસમાં ગુનો નોંધાયો હતો.

કતારગામમાં થયેલી રૂ. ૨૦ કરોડના હીરાની લૂંટમાં ઝડપાયેલી યુપીની આઝાદખાન પઠાણ ગેંગ દ્વારા જ મમ્મુ હાંસોટી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું અને આ માટે આઝાદખાનને માથાભારે વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલ દ્વારા રૂપિયા ૬ લાખમાં સોપારી આપવામાં આવી હતી અને ફાયરિંગ અંકિત અને વિપીન દ્વારા કરવવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે યુપી ગેંગની ધરપકડ કરી આઝાદખાન, અલ્તાફ અને વિપુલની શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને રાત્રે એવી બાતમી મળી હતી કે અલ્તાફ રાત્રે નવસારીથી સુરત આવી રહ્યો છે.

બાતમીના આધારે પીએસઆઈ વી.વી.ભોલા સ્ટાફના માણસો સાથે રાત્રે દોઢ વાગ્યે નવસારી બોરિયાચ ટોલનાકા પાસે વોચમાં બેઠા હતા. તે દરમિયાન અલ્તાફ તેની કાર લઈને આવતા તેને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો પરંતુ અલ્તાફે પોલીસથી બચવા માટે તેની કાર પીએસઆઈ ભોલા સહિતના માણસો ઉપર ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પીએસઆઈ ભોલા, કોન્સ્ટેબલ નીતિન તનસુખ અને કાંતિને ઇજા પહોંચી હતી છતાંયે અલ્તાફને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાત્રે અલ્તાફની ધરપકડ બતાવી હતી. અલ્તાફ પટેલે તેને પકડવા માટે આવેલા ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ વી.વી.ભોલા સહિતના માણસો ઉપર પોતાની કાર ચડાવી ભાગવાનો પ્રયાસ કરતા ઇજા પહોંચી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલ્તાફ પટેલ સામે નવસારી રૂરલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Latest Stories