સુરત : ઉન વિસ્તારમાં દોઢ વર્ષના બાળકને વીજ કરંટ લાગતાં કરૂણ મોત

New Update
સુરત : ઉન વિસ્તારમાં દોઢ વર્ષના બાળકને વીજ કરંટ લાગતાં કરૂણ મોત

સુરત સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ દુર્ઘટનામાં વીજતંત્ર ભારે વગોવાયું છે. જ્યારે આજરોજ ઉન વિસ્તારમાં એપાર્ટમેન્ટ નીચે રમી રહેલા દોઢ વર્ષનો બાળકની વીજ કરંટ લાગી જતા મોત નીપજ્યું છે.

સુરત ઊન વિસ્તારમાં આવેલ અલીમાં એપાર્ટમેન્ટમા મામાના ઘરે આવેલો દોઢ વર્ષનો ફૈઝાન સલીમ શેખ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર નીચે રમી રહ્યો હતો. એ દરમિયાન મીટર પેટી નીચે વીજ પેટી ખુલ્લી હોવાથી રમતા દરમિયાન તેઓને કરણ લાગી જતા રહીશોમાં ભારે બૂમાબૂમ થઈ હતી. ફૈઝાને તાત્કાલિક સારવાર અર્થ ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યારબાદ તેઓને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ લાવતા ફરજ પર હાજર તબીબી તેને મૃત જાહેર કર્યો હતો.

જ્યારે સરથાણા અગ્નિકાંડ જેવી ભયાનક ઘટના બની હોય તંત્ર સ્થાનિક રહીશોની પણ જવાબદારી બને છે કે જીવતા બોંબ સમાન ખુલ્લી વીજ પેઢીઓ યોગ્ય જગ્યાએ લગાવી સાવધાની રાખવી જરૂરી છે જેને લઇ આવી ઘટના ન પ્રકાશમાં આવે.