/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/surat.jpg)
સૌંદલા-ખારા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાંથી પાણી ચોરીની બુમ
ઝિંગા તળાવના માલિકો ટેન્કરો દ્વારા કેનાલોમાંથી પાણીની કરી રહ્યા છે ખુલ્લે આમ ચોરી
નહેરમાંથી ટેન્કર ભરી પાણી ચોરી કરતા ઈસમ ને રૂ.2500 નો દંડ
નહેર પર તંત્ર દ્વારા પેટ્રોલિંગ કરી દેખરેખ રાખવા ખેડૂતોની માંગણી
સુરત ઓલપાડના કાંઠા વિસ્તારમાં સિંચાઈના પાણીની ચોરી મામલો સામે આવ્યો છે ભારે પાણીની કિલત સામે કાંઠા વિસ્તારની કેનાલોમાં સિંચાઈના પાણી પોહચ્યા નથી જ્યારે સૌંદલા-ખારા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાંથી પાણી ચોરી થઈ રહી છે.
ઝિંગા તળાવના માલિકો ટેન્કરો દ્વારા કેનાલોમાંથી પાણીની ખુલ્લે આમ ચોરી કરી રહ્યા છે પાણીની ચોરીની ઘટના સામે આવતી હોય ત્યારે સિંચાઇ વિભાગના અધિકારીના આંખ આડા કાન કરી રહ્યા છે એમ દેખાય છે ગામડાઓમાં સિંચાઈનું પાણી નહિ મળતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહીયો છે બીજી બાજુ નહેરમાંથી ટેન્કર ભરી પાણી ચોરી થઈ રહી છે ખેડૂત સમાજ દ્વારા આવા પાણી ચોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જેને લઇ તંત્ર હરકતમાં આવ્યું નહેર વિભાગે નહેરમાંથી ટેન્કર ભરી પાણી ચોરી કરતા ઈસમ ને રૂ.2500 નો દંડ ફટકાર્યો છે આગળ ભવિષ્યમાં નહેર માંથી પાણી ચોરી નહીં કરે એવી લેખિતમાં ખાતરી લેવામાં આવી છે ખેડૂત સમાજ દ્વારા આવા પાણી ચોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે નહેર પર તંત્ર દ્વારા પેટ્રોલિંગ કરી દેખરેખ રાખવા ખેડૂતોની માંગણી કરી છે