New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/be2c692b-0aab-4314-a387-942f7f097b9c.jpg)
સુરત કોસંબા વચ્ચે પસાર થઇ રહેલી ગુડ્સ ટ્રેનના એન્જીન ભાગ માં કોઈક કારણસર આગ લાગી હતી,જેના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો.
જાણવા મળ્યા મુજબ સુરત થી કિમ કોસંબા તરફ જતી એક ગુડ્સ ટ્રેન માં અચાનક આગ લાગી હતી, ટ્રેનના એન્જીન ભાગ માંથી અચાનક ધુમાડા નીકળતા ટ્રેન ના ચાલકને આગ લાગી હોવાની જાણ થઇ હતી.
તેઓએ સમય સુચકતા વાપરીને ટ્રેન થોભાવી સુરક્ષિત સ્થળ પર ખસી ગયા હતા.અને આ અંગે સુરત રેલવે વિભાગને જાણ કરવામાં આવતા આ ટ્રેક પર દોડી રહેલી ટ્રેનો ને સુરત રેલવે સ્ટેશન પર થોભાવી દેવાની રેલવે તંત્ર ને ફરજ પડી હતી.
જ્યારે ગુડ્સ ટ્રેન માં આગની ઘટના ના પગલે ફાયર બ્રિગેડ પણ દોડી ગયુ હતુ.અને આગ બુઝાવાના પ્રયાસો હાથધર્યા હતા.