સુરત તક્ષશિલા અગ્નિકાંડના આરોપી પક્ષે કોઈ વકીલ કેસ ન લડે તે માટે વકીલોને આવેદન પત્ર આપી કરાઈ અપીલ

New Update
સુરત તક્ષશિલા અગ્નિકાંડના આરોપી પક્ષે કોઈ વકીલ કેસ ન લડે તે માટે વકીલોને આવેદન પત્ર આપી કરાઈ અપીલ

સુરત કોર્ટમાં વકીલોને આવેદનપત્ર આપી તક્ષશિલા અગ્નિકાંડના આરોપીઓ વિરુદ્ધ કેસ ન લડવા અપીલ કરી હતી.

સુરતના સરથાણામાં અગ્નિકાંડની ઘટના સામે આવી હતી આ ઘટનામાં ૨૨ જિંદગીઓ હોમાઈ ગયી હતી ત્યારે એક પછી એક અધિકારીઓની ધરપકડ પણ થઇ રહી છે જેમાં આજરોજ ઝડપાયેલા આરોપીઓ તરફે કેસ ના લડવા સમાજના લોકો દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.

સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના કારણે 22 માસૂમોનો મોત થયાં હતાં. આ દુર્ઘટનાને માનસર્જીત દુર્ઘટના કહીને લોકોએ બાર કાઉન્સિલને રજૂઆત કરી હતી કે, આ દુર્ઘટનામાં જે પણ આરોપીઓ છે. તેના તરફી કોઈ કેસ ન લડે અને આરોપીઓને આકરામાં આકરી સજા થાય. સમાજના લોકો દ્વારા કોર્ટ બહાર પ્લે કાર્ડ દર્શાવીને વકીલોને કેસ હાથમાં ન લેવા રજૂઆત કરવામાં આવી હતી.