Connect Gujarat
ગુજરાત

સુરત : ત્રણ મુસાફરોની ક્ષમતા ધરાવતી રિક્ષા માં બેસાડયાં 10થી વધુ મુસાફરો , જુઓ વિડીયો

સુરત : ત્રણ મુસાફરોની ક્ષમતા ધરાવતી રિક્ષા માં બેસાડયાં 10થી વધુ મુસાફરો , જુઓ વિડીયો
X

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જોખમી મુસાફરીનો વીડિયો સામે આવ્યો છે. એક રિક્ષા ચાલક રીક્ષામાં આગળ અને પાછળ મુસાફરો ખચોખચ ભર્યા છે અને આટલું ઓછુ હોય તેમ રીક્ષાની પાછળ પણ મુસાફરો લટકી જોખમી મુસાફરી કરી રહ્યા છે.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક ઓટો રિક્ષા ચાલકને કાયદાની બીક ન હોય તેવી રીતે રીક્ષામાં આગળ તેમજ પાછળ મુસાફરોથી ભરી છતાં પણ પાછળ મુસાફરોને લટકાવી લઈ જતો વીડિયો સામે આવ્યો છે. એક તરફ સરકાર ટ્રાફિકના નવા નિયમ બનાવી દંડ વસુલવાની કામગીરી કરી રહી છે, તેમ છતાં રીક્ષા ચાલકને કોઈ પણ પ્રકારની બીક વગર રીક્ષાને મુસાફરોથી ખાચોખચ ભરી લઇ જતો દેખાઈ રહ્યો છે. રીક્ષા ચાલક કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપતો હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસના કોઈ પણ ડર વિના કાયદાનું ઉલ્લંઘન કરતા રીક્ષા ચાલક સામે કોઈ નક્કર કાર્યવાહી થાય કે નહીં તે હવે જોવું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે નિયમ મુજબ રીક્ષામાં ત્રણ જ મુસાફરો બેસાડી શકાય છે પણ રીકશાચાલકો ત્રણ કરતાં વધારે મુસાફરોને બેસાડીને મુસાફરોનો જીવ જોખમમાં મુકી રહયાં છે.

Next Story
Share it