સુરત : ફાયર વિભાગ દ્વારા કોમર્શિયલ 1200 જેટલી દુકાનોમાં મારવાં આવ્યા સીલ.

22

16 જેટલા કોમર્શિયલ કોમ્પલેક્ષને ફાયરની અપૂરતી સુવિધાના કારણે સીલ મારવામાં આવ્યા

100 જેટલા કોમર્શિયલ કોમ્લેક્ષને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે નોટીસ

અમદાવાદની બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગે સપાટો બોલાવ્યો

શહેરના સાત ઝોનમાં ફાયર વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. સાતેય ઝોનમાં અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને 16 જેટલા કોમર્શિયલ કોમ્પલેક્ષને ફાયરની અપૂરતી સુવિધાના કારણે સીલ મારવામાં આવ્યા છે.

અમદાવાદની બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગે સપાટો બોલાવ્યો છે.ફાયર વિભાગ દ્વારા શહેરના 100 જેટલા કોમર્શિયલ કોમ્લેક્ષને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાનું ધ્યાને આવતા પહેલાં નોટીસ ફટકારી ફાયરની સુવિધા ઉભી કરવા જણાવવામાં આવ્યું હતું.

જોકે, આજે સાત ઝોનમાં અલગ અલગ 10 ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અલગ અલગ ઝોનના 16 જેટલા કોમ્લેક્ષને ફાયરની અપૂરતી સુવિધાના કારણે સીલ મારવામાં આવ્યા છે. આ તમામ કોમ્પલેક્ષમાં અંદાજે 1200 જેટલી દુકાનો આવેલી છે. જેને હાલ સીલ મારી દેવામાં આવ્યું છે.

LEAVE A REPLY