Connect Gujarat
ગુજરાત

સુરત : યુવાનની આંગળી કાપી મોબાઇલ લૂંટી જનાર ગઠિયો ઝડપાયો

સુરત : યુવાનની આંગળી કાપી મોબાઇલ લૂંટી જનાર ગઠિયો ઝડપાયો
X

સુરતના પુણા વિસ્તારમાં એપ્રિલ મહિનામાં બે લબર મૂછિયાઓએ એક યુવાનનો મોબાઇલ અને ૭૦ હજારની લૂંટ ચલાવી હતી. આ લૂંટના ગુનામાં ફરાર આરોપીને ક્રાઇમ બ્રાંચ પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરતના પુણા વિસ્તારમાં એપ્રિલ મહિનામાં એક લૂંટની ધટના બનવા પામી હતી. આ ઘટનામાં આરોપીઓ દ્વારા એક યુવકના પાસેથી મોબાઇલની લૂંટ કર્યા બાદ તેના ખિસ્સામાં રહેલા ૭૦ હજારની માંગણી કરી હતી. માંગણી મુજબ રૂપિયા નહીં આપતા આરોપીઓ ગુસ્સે ભરાયા હતા અને તીક્ષ્ણ હથિયારથી ફરિયાદની આંગળીઓ કાપી નાખી હતી.

આ સમગ્ર ઘટનાની ફરિયાદ પૂણા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. આખરે ક્રાઇમ બ્રાન્ચને આ ગુનામાં સંડોવાયેલાં આરોપી નરેન્દ્ર ઉર્ફે નાનો ભરવાડને પકડવામાં સફળતા મળી છે.

Next Story