સુરત: ૧૫૦૦ છોડ રોપી સ્લોગનો સહિતની પેઇન્ટિંગ કરી ઉધના રેલવે સ્ટેશનને બનાવ્યું ગ્રીન

New Update
સુરત: ૧૫૦૦ છોડ રોપી સ્લોગનો સહિતની પેઇન્ટિંગ કરી ઉધના રેલવે સ્ટેશનને બનાવ્યું ગ્રીન

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. ત્યારે સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર ર્યાવરણના સ્લોગનો સહિતની પેઇન્ટિંગ કરાયું છે. મુસાફરોમાં પર્યાવરણ મામલે જાગૃતિ માટે પ્રયાસ કરાયો છે.

રેલવે દ્વારા ઉધના રેલવે સ્ટેશનની કાયાપલટ કર્યા બાદ હવે સ્ટેશન ગ્રીન રેલવે સ્ટેશન બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઉધના રેલેવે સ્ટેશને ૧૫૦૦ છોડ રોપવામાં આવ્યા છે. સ્ટેશનની દીવાલો પર પર્યાવરણના સ્લોગનો સહિતની પેઇન્ટિંગ કરાયું છે.મુસાફરોમાં પર્યાવરણ મામલે જાગૃતિ માટે પ્રયાસ કરાયો છે.

પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરી રહેલા ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા ‘ક્લીન ઈન્ડિયા-ગ્રીન ઈન્ડિયા’ના સંકલ્પ સાથે શરૂ કરેલા ગો ગ્રીન અને ક્લિન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા અભિયાન હેઠળ ઉધના રેલ્વે સ્ટેશનને ગ્રીન રેલ્વે સ્ટેશન બનાવવાનું લક્ષ્ય સાકાર થવા જઈ રહ્યું છે.

ઉધના રેલ્વે સ્ટેશનને ગ્રીન બનાવવા વિરલ દેસાઈને છાંયડો અને આરક્રોમા સંસ્થાનો સહયોગ મળી રહ્યો છે. સમગ્ર પ્રોજેક્ટ માટે સ્ટેશન ડાયરેક્ટર સી.આર.ગરૂડા દ્વારા પ્રોજેક્ટની મંજૂરીથી માંડીને પ્રોજેક્ટને કાર્યાન્વિતિત કરવા માટે કામ કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ વિરલ દેસાઈ, છાંયડો અને અને તેમની ટીમે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે ગ્રીન વૉકનું આયોજન કર્યું હતું. જેમાં જે.ડી.ઈન્સ્ટીટ્યુટના વિદ્યાર્થીઓએ પ્રદુષણથી બચવા માટે માસ્ક પહેરીને વૉક કરી લોકોને પ્રદૂષણ મુક્ત વાતાવરણ બનાવવા માટે અને વૃક્ષારોપણ માટે પ્રેરિત કરતો સંદેશો આપ્યો હતો.