New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/big_337711_1410436858.jpg)
સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં મુંબઈની સીબીઆઈ કોર્ટે નિવૃત IPS ડી.જી.વણઝારા અને IPS દિનેશ એમએનને દોષ મુક્ત કર્યા હતા.
જાણવા મળ્યા મુજબ ગુજરાતમાં થયેલા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલે રાજ્યનાં પોલીસ બેડા સહિત દેશભરમાં ભારે ચકચાર જગાવી હતી,આ કેસને મુંબઈ સીબીઆઈ કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો.
સીબીઆઈ કોર્ટે કેસમાં પુરાવાના અભાવે નિવૃત IPS અધિકારી ડી.જી.વણઝારા અને IPS દિનેશ એમએનને દોષ મુક્ત કર્યા હતા,ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિનાં બંને કેસમાં ડી.જી. વણઝારા સહિત 38 કરતા વધુ પોલીસ અધિકારીઓની ધરપકડ કરી હતી.