New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/06/2519ae2c-51b9-4f46-a022-4851fbcbf51a.jpg)
મોહિત સુરીની ફિલ્મ 'હાફ ગર્લફ્રેન્ડ' માટે ઘણાં મહિનાઓથી સ્ટાર કાસ્ટ વિશેની અટકળોનો અંત આવ્યો છે. ફિલ્મમાં અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જોવા મળશે.
ચેતન ભગતની નવલકથા હાફ ગર્લફ્રેન્ડ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. અગાઉ અર્જુન કપૂરે ચેતન ભગતની નલકથા 2 સ્ટેટસથી પ્રેરિત ફિલ્મમાં પણ કામ કર્યું છે.
30 વર્ષિય અભિનેતા અર્જુન કપૂરે ફિલ્મના શૂટિંગની શરૂઆત કરી દીધી છે. ફિલ્મ માટે અર્જુન અમેરિકાની બાસ્કેટ બોલ ટીમ પાસેથી તાલીમ લઇ રહ્યો છે. તાજેતરમાં જ અર્જુન કપૂરે ઇનસ્ટાગ્રામ પર પોતાના ફોટા પણ શેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા કપૂર અને અર્જુન કપૂર સૌપ્રથમવાર સિલ્વર સ્ક્રીન પર સાથે દેખાશે.