Connect Gujarat
ગુજરાત

વડોદરા: કોર્ટ વોરંટના આરોપીને ચક્કર આવતા નીચે પટકાયો, થયું મોત

વડોદરા: કોર્ટ વોરંટના આરોપીને ચક્કર આવતા નીચે પટકાયો, થયું મોત
X

શિનોર પોલીસે આરોપીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો

વડોદરાના શિનોર કસ્ટડી જેલમાં કોર્ટ વોરંટના આરોપીનું ચક્કર આવી નીચે પડી જવાના કારણે મોત નિપજતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વાત કરવામાં આવે તો શિનોર ખાતે આવેલ કસ્ટડી જેલમાં કોર્ટ વોરંટનો આરોપી જેલમાં અચાનક ચક્કર આવી જતા જમીન પર પડ્યો હતો. શિનોર પોલીસે આરોપી શૈલેષ ઠાકોરભાઈ ઠક્કરને સારવાર માટે મોટાફોફળિયા સી.એ.હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબોએ આરોપીને મૃત જાહેર કર્યો હતો.

શિનોર પોલીસે આરોપીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. શિનોર જેલમાં પડી જવાના કારણે મોત થયાની જાણ વડોદરા ગ્રામ્ય ડી.વાય.એસ.પી તાત્કાલિક મોટાફોફળિયા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર બનાવની જાણકારી મેળવી હતી.

આરોપીની વાત કરવામાં આવે તો ગત તારીખ ૧૧/૦૯/૨૦૧૮ ના રોજથી કોર્ટ વોરંટમાં જેલમાં હતો. આરોપીનું નામ શૈલેષ ઠાકોરભાઈ ઠક્કર રહે. પરિવાર સોસાયટી વાઘોડિયા રોડ વડોદરાનો રહેવાસી અને કોર્ટ વોરંટમાં જેલમાં બંધ હતો. આજરોજ અચાનક ચક્કર આવતા મોત નિપજતા મૃતકના પરિવારમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. શિનોર જેલમાં મોત નિપજતા પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. આરોપીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આરોપીનું મોત કયા કારણોસર થયું છે. તે બહાર આવશે હાલ તો શિનોર પોલીસે આરોપીના થયેલા મોત મામલે તપાસ હાથ ધરી છે.

Next Story