35 પ્રોજેક્ટ સાથે ઓરિસ્સામાં સ્ટીલનું ઉત્પાદન શરૂ 

New Update
35 પ્રોજેક્ટ સાથે ઓરિસ્સામાં સ્ટીલનું ઉત્પાદન શરૂ 

ઓરિસ્સામાં કુલ 35 સ્ટીલ ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા સ્ટીલનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યુ છે.

રાજ્ય સ્ટીલ એન્ડ માઇન્સ પ્રધાન પ્રફુલ્લ મલિકે લેખિત પ્રશ્નના જવાબમાં વિધાનસભામાં જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર સાથે 49 કંપનીઓએ MOU કર્યા હતા જેમાંથી 35 કંપનીઓએ સ્ટીલનું ઉત્પાદન શરૂ કર્યું છે.તેમજ આર્સેલર મિત્તલ અને મહારાષ્ટ્ર સીમલેસ લિમિટેડ નામની બે કંપનીઓએ પોતાના પ્રોજેક્ટ પાછા ખેંચી લીધા છે.

મલિકે વધુમાં જણાવ્યુ હતુ કે પોસ્કો કંપનીને રાજ્ય સરકાર દ્વારા જગતસિંહપુર જિલ્લામાં 1,880 એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે છતાં તેના $ 12 અબજના સ્ટીલ પ્રોજેક્ટમાં કોઈ પ્રગતિ જોવા મળી રહી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર પોસ્કો ભારત દેશની સૌથી મોટી વિદેશી સીધા રોકાણ (એફડીઆઇ) છે,જે ગયા લગભગ 11 વર્ષથી વિવાદોમાં ઉછળી છે જેથી તેણે પ્રોજેક્ટ પર કામચલાઉ ધોરણે રોક લગાવેલી છે.