181 અભયમે લોન્ચ કરી મોબાઈલ એપ, પેનિક બટન બનશે મદદરૂપ

New Update
181 અભયમે લોન્ચ કરી મોબાઈલ એપ, પેનિક બટન બનશે મદદરૂપ

રાજ્યમાં ક્યાંય પણ કોઇ પણ મુસીબતમાં મહિલાઓને ગણતરીની પળોમાં જ મળશે મદદ

મહિલાઓ માટે કામ કરતી 181 હેલ્પલાઈન દ્વારા હવે એન્ડ્રોઈડ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતની મહિલાઓ માટે ઝડપીથી મદદ મળે એ હેતુંથી 181 અભયમની મોબાઈલ એપનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યમાં ક્યાંય પણ કોઇ પણ મુસીબતમાં મહિલાઓને ગણતરીની પળોમાં જ મદદ પુરી પાડવામાં આ એપ્લિકેશન સહાયક બનશે.

રાજ્ય સરકારના મહિલા બાળ કલ્યાણ વિભાગ અને ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા 181 અભયમ મોબાઈલ એપ જી.વી.કે. ઈ એમ આર આઈના સહયોગથી વિકસાવવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મહિલા બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબહેન દવે તેમજ વરિષ્ઠ અધિકારીઓ આ લોન્ચિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. વિજયભાઈ રૂપાણીએ આ સેવાઓ નો વ્યાપ વિસ્તારીને જરૂરતમંદ બહેનોને તાત્કાલિક મદદ સેવા મળે તેની તાકીદ કરી હતી. આ એપ સ્માર્ટ ફોનમાં ગૂગલ પ્લેસ્ટોરમાંથી તેમજ એપલ આઇ ઓ એસ પરથી ડાઉનલોડ કરી શકાય છે.