Top
Connect Gujarat

25 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat

25 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat
X

મેષ (અ,લ,ઇ) : આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. ફૅશન તમારા જીવનમાં ભવ્ય લય છે અને સમર્પણનું મૂલ્ય તથા દિલમાં પ્રેમ અને કૃતજ્ઞતાપૂર્વક સીધા ચાલવાની કળા શીખો. આ બાબત તમારૂં પારિવારિક જીવન વધુ અર્થપૂર્ણ બનાવશે. એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. આજે તમારા જીવનસાથી તેની અદભુત બાજુ દેખાડે એવી શક્યતા છે.

વૃષભ (બ,વ,ઉ) : આનંદ-પ્રમોદ અને મોજ-મજાનો દિવસ. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે. વ્યાપાર તથા શિક્ષણ કેટલાંક માટે લાભદાયક પુરવાર થશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે.

મિથુન (ક,છ,ઘ) : તમારા મગજમાં હકારાત્મક વિચારો લાવો. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. દૂરના કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. તમારો ખાસ મિત્ર તમારા આંસું લૂંછશે. આજે તમે જે લૅક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે.

કર્ક (ડ,હ) : વધુ પડતું ખાવું તથા ઉચ્ચ કૅલૅરી ધરાવતો ખોરાક ટાળવો. આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો. તમારા પ્રિય લોકો ખુશખુશાલ છે તથા તમારે તેમની સાથે સાંજ માટે કોઈક યોજના ઘડજો. તમારી ગર્લફ્રૅન્ડ સાથે બિભત્સ ન થતાં. કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે.

સિંહ : બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. મિત્રો, ધંધાકીય સાથીઓ તથા સંબંધીઓ સાથે કામ કરતા હો ત્યારે તમારા હિતોનું રક્ષણ કરો- કેમ કે તેઓ તમારી જરૂરિયાતો પ્રત્યે વિચારશીલ નહીં હોય. રૉમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે. બૉસનો સારો મિજાજ કામના સ્થળનું સંપૂર્ણ વાતાવરણ ખૂબ જ સુંદર કરી શકે છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે.

કન્યા (પ,ઠ,ણ) – ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. પારિવારિક પ્રસંગમાં નવા મિત્રો બનશે.પણ તમારી પસંદગીમાં સાવચેત રહેજો. સારા મિત્રો ખજાના જેવા હોય છે જે તમે હંમેશાં સાચવવા માગો છો. સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે. કામના સ્થળે વરિષ્ઠો તથા સહ-કમર્મચારીઓ તરફથી સહકાર તમારૂં મનોબળ વધારશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે.

તુલા (ર,ત) : મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. મિત્રો તથા પરિવારના સભ્યો તમારો મોટાભાગનો સમય લેશે. પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો. બિઝનેસમેન્સ માટે સારો દિવસ. બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે.

વૃશ્વિક (ન,ય) : તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. સંબંધીઓ-મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રૉગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે. તમારે નિરાશાથી પીડાશો-કેમ કે જે નામ-પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે-થોડા સમય માટે મુલત્વી રહ્યું છે. પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે.

ધન (ભ,ફ,ધ,ઢ) : તમારૂં વ્યક્તિત્વ સુધારવા માટે ગંભીર પ્રયાસ હાથ ધરો. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. મહેમાનોની સંગત માણવા માટે અદભુત દિવસ. તમારા સગાં-સંબંધીઓ સાથે કોઈક ખાસ યોજના ઘડો. તેઓ પણ આ બાબતને ચોક્કસ જ બિરદાવશે. પ્રવાસને કારણે રૉમેન્ટિક સંબંધોને વંગ મળશે. પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે. આજે તમને આ સંગીત સાંભળવા મળશે, જે તમને વિશ્વના તમામ ગીતો ભુલાવી દેશે. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે, જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે.

મકર (ખ,જ) : આજે કોઈક તમને બલિનો બકરો બનાવવાનો પ્રયાસ કરશે, આથી સચેત રહેજો. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. તમારા જીવનસાથીની તબિયત ચિંતા કરાવી શકે છે. તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો. તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી-કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે-જો-કોઈ-વિચિત્ર કારણસર-સમસ્યા સર્જાઈ-તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો, તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે.

કુંભ (,શ,સ,ષ) : વ્યાયમ દ્વ્રારા તમે તમારા વજનને અંકુશ હેઠળ રાખી શકશો. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મુકી શકે છે. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે, પરિસ્થિતિ આસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે.

મીન (દ,ઝ,ચ,થ) : તમારી જાતને કોઈક રચનાત્મક કાર્યમાં વાળો.નવરા બેસી રહેવાની તમારી ટેવ તમારી માનસિક શાંતિ માટે જોખમી પુરવાર થઈ શકે છે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. એકાદ સરપ્રાઈઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. સાતત્યપૂર્વક તમે કરેલી સખત મહેનત આજે તમને સારો ફાયદો આપશે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો.

Next Story
Share it