“47 ધનસુખ ભવન” નૈતિક રાવલ દિગ્દર્શિત એક મિસ્ટ્રી થ્રીલર ફિલ્મ

34

“જે કહીશ સાચું જ કહીશ” ફિલ્મના દિગ્દર્શન બાદ નૈતિક રાવલ વધુ એક ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મ છે ગુજરાતી અને તેનું નામ છે “47 ધનસુખ ભવન”. આગામી 26 જુલાઈના રોજ ફિલ્મ સિનેમા ઘરોમાં દસ્તક આપશે એ પહેલા નિર્માતા દ્વારા આ મૂવીનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે.

ટ્રેલર પર થી ચોક્કસ કહી શકાય કે એક નવો યુગ ગુજરાતી ફિલ ઇંડસ્ટ્રીમાં આવી રહ્યો છે. ફિલ્મ એક સસ્પેન્સ થ્રીલર હોવાનું અનુમાન થાય છે. ટ્રેલરમાં ત્રણ પાત્રો જોવા મળે છે. જે બાળપણના કે સ્કૂલ ફ્રેન્ડ્સ હોય તેમ લાગી રહ્યું છે. જેમ કે ફિલ્મનું નામ છે “47 ધનસુખ ભવન” ત્રણેય મિત્રો એક જુનવાણી બંગલામાં જોવા મળે છે જ્યાં જૂની યાદો અને ડરામણા સીન તમારી ફિલ્મ જોવા માટેની ઉત્સુકતા અને ધબકારા બંને વધી જશે.

આ ફિલ્મમાં ગૌરવ પાસવાલા, રીશી વ્યાસ, શ્યામ નાયર, હેમાંગ વ્યાસ તથા જય ભટ્ટે અભિનયના ઓજસ પાઠર્યા છે. જે દરેક ગુજરાતીઓને મનોરંજન આપવા 26 જુલાઈએ આપના નજીકના સિનેમાઘરોમાં આપણે નવું પીરસવા આવી રહ્યા છે.

LEAVE A REPLY