/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Lead-Picture2.jpg)
એસિડથી હૂમલો કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી
કચ્છ જિલ્લાનાં માંડવીમાં ઘરના પાછળના ભાગે કાર પાર્ક કરવા બાબતે ઉશ્કેરાયેલા પાડોશીએ પિતા પુત્ર પર એસિડ વડે હૂમલો કર્યો હતો. આ ઘટનાની જાણ માંડવી પોલીસને થતા પોલસે ફરિયાદ નોંધી એસિડથી હૂમલો કનારને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર માંડવીમાં આવેલા બગીચામાં કમલેશભાઈ તેમના પરિવાર સાથે ફરવા ગયા હતાં. પરિવાર સાથે ફરીને પરત પોતાના ઘરે આવી ગયા હતાં અને તેઓ કાર હિતેશભાઈના ધરની પાછળ પાર્ક કરી રહ્યા હતાં. તે વેળાં હિતેશભાઈએ કાર ત્યાં નહીં પાર્ક કરવાનું જણાવી અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. કમલેશભાઈ ઘરની પાછળ પાર્ક કરેલ કાર નહીં લેતા ઉશકેરાયેલા હિતેશ સોનીએ હાથમાં રહેલ એસીડ ભરેલુ પ્લાસ્ટીકનું ડબલુ જ પિતા કમલેશભાઈ પર છાંટી દીધું હતું. આ જોઈને તેમનો પુત્ર મીત પણ ત્યાં દોડી આવતાં તેમની વધેલ એસિડ પણ તેના ઉપર છાંટી દીધુ હતું.
પહેલા તો પિતા અને પુત્રને એમ થયું કે આ તો ગરમ પાણી છાટયું હોવાનું લાગ્યું હતું. થોડીવાર પછી તેમના કપડા બળી ગયા અને શરીર પર ઠેર ઠેર દાઝી ગયા હોવાનું ફલિત થતાં પિતા અને પુત્રએ તરત જ ઠંડાપાણીથી ન્હાઈ લીધુ હતું. મધરાતે તેમના સ્વજનો દ્વારા તેમને માંડવીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. કમલેશભાઈને બન્ને હાથ અને છાતીના ભાગે તેમજ પુત્ર મીટ મોઢાના ભાગે દાઝી ગયો હતો. આ બનાવની હિતેશભાઈએ કમલેશભાઈના પુત્ર મીતે મારમાર્યો હોવાની ક્રોસ ફરિયાદ નોંધવી છે. પોલીસે બનાવના થોડાક સમયમાં એસિડથી હૂમલો કરનાર હિતેશને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.