Connect Gujarat
Featured

અમદાવાદ : જયેશ પટેલની ગેંગને હથિયાર પુરા પાડનારો સપ્લાયર ઝડપાયો

અમદાવાદ : જયેશ પટેલની ગેંગને હથિયાર પુરા પાડનારો સપ્લાયર ઝડપાયો
X

જામનગરમાં રાતોરાત એસપીની બદલી બાદ ગેંગસ્ટર જયેશ પટેલ સામેનો ગાળિયો મજબુત બન્યો છે. ગુજરાત એટીએસની ટીમે હથિયારો સપ્લાય કરતાં મધ્યપ્રદેશના બળવંત ઉર્ફે બલ્લુને ઝડપી પાડયો છે.

પોલીસ ગિરફતમાં રહેલા આ આરોપી બળવતસિંહ ઉર્ફે બ્લલું પટવા છે. આરોપી જામનગરના કુખ્યાત જયેશ પટેલ ગેંગને હથિયારો સપ્લાય કરતો હતો. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ગુજરાતમાં અત્યાર સુધી 100 વધુ હથિયાર આપી ચુક્યો છે. આરોપી મધ્યપ્રદેશથી ગુજરાતમાં આલગ અલગ ગેગને હથિયાર પુરા પાડી ગુનાહિત કૃત્યમાં સાથ આપતો હતો.

વર્ષ 2019માં જામનગરના પ્રોફેસર રાજાણી કે જેઓ જમીન લે- વેચના ધધાં સાથે સંકળાયેલ છે તેની પાસેથી કુખ્યાત જયેશ પટેલે 1 કરોડની ખડણી માંગી હતી. ખડણી નહીં આપતા જયેશ પટેલે સાગરીત ઇકબાલ ઉર્ફે બઠિયા પાસે ફાયરીગ કરાવડાયું હતું. જે ગુન્હામાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી એ દરમ્યાન ખુલાસો થયો હતો કે હથિયાર MP ના ધાર જિલ્લાના બળવતસિંહ ઉર્ફે બ્લલું એ પુરા પડ્યા હતા. ત્યારથી તે વોન્ટેડ હતો. બ્લલું સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, મોરબી અને જામનગરમાં આર્મ્સ એકટના ગુન્હા નોંધાયેલા છે.

ATS એ આરોપી બલ્લુનો કબજો જામનગર પોલીસને સોંપ્યો છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે બ્લલું એ હથિયાર બીજા કોને કોને પુરા પાડ્યા, કેટલા રૂપિયામાં હથિયાર સપ્લાય કરતો હતો અને અન્ય ક્યાં ક્યાં ગુન્હામાં બ્લલું એ સપ્લાય કરેલા હથિયારનો ઉપયોગ થયેલો છે આ તમામ દિશામાં જામનગર પોલીસ આગામી દિવસોમાં તપાસનો ધમધમાટ ચલાવશે.

Next Story