Connect Gujarat
Featured

અમદાવાદ : સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રુલ્સ 1989માં ફેરફાર, જુઓ શું થશે ફાયદો

અમદાવાદ : સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રુલ્સ 1989માં ફેરફાર, જુઓ શું થશે ફાયદો
X

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય તાજેતરમાં જ સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રુલ્સ 1989માં મોટા ફેરફાર કર્યા છે. કેન્દ્ર દ્વારા સૂચિત નવા મોટર વાહનના નિયમ પહેલી ઓક્ટોબરથી 2020 થી અમલમાં આવશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આઈટી સર્વિસીસ અને ઇલેક્ટ્રોનિક મોનીટરીંગ દ્વારા ટ્રાફિક નિયમોને દેશભરમાં વધુ સારી રીતે લાગુ કરી શકાશે. નવા નિયમો અનુસાર હવે ફક્ત દસ્તાવેજોની ચકાસણી કરવા માટે કોઈ વાહન રસ્તા પર મૂકી શકાશે નહીં. જેને પગલે લોકોને રસ્તા પર દસ્તાવેજો રોકી દેવામાં આવતી પરેશાન અકળામણમાંથી મુક્તિ મળશે.

નવા નિયમ મુજબ, જો વાહન નો કોઈ દસ્તાવેજો ઓછો કે અધુરો રહેશે, તો તેના નોંધણી નંબર દ્વારા દસ્તાવેજોની ઇ-વેરિફિકેશન કરવામાં આવશે અને ઓનલાઈન ઇ- ચલણ મોકલવામાં આવશે. હવે દરેક લોકોના મનમાં સવાલ ઊભો થાય છે કે જો વાહનોમાં દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે નહીં,તો આપણે કેવી રીતે જાણી શકશો કે વાહનના કોઈપણ દસ્તાવેજોની મુદત પૂરી થઈ ગઈ છે.

મંત્રાલય સ્પષ્ટ કર્યું છે કે લાઇસન્સિંગ ઓથોરિટીને તરફથી અયોગ્ય અથવા રદ કરાયેલા ડ્રાઇવિંગ લાઇસન્સ ની વિગતો પોર્ટલમાં રેકોર્ડ કરવામાં આવશે, તેને સમય-સમય પર અપડેટ કરવામાં આવશે. અપડેટ ડેટા પોર્ટલ પર દેખાશે.જો અમલીકરણ અધિકારી પાસેથી ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા દસ્તાવેજોની વિગતોમાં હોવાનું જાણવા મળે છે ભૌતિક દસ્તાવેજોની તપાસ માટે માંગ કરવામાં આવશે નહીં. આવા કિસ્સાઓ સામેલ હશે કે જ્યારે ડ્રાઈવરે ઉલ્લંઘન કર્યું હશે, જેમાં દસ્તાવેજ જપ્ત કરવો પડશે

Next Story