Connect Gujarat
Featured

અમદાવાદ : ફટાકડા બજારમાં મંદીનો માહોલ, ચાઇનીઝ ફટાકડા બહિષ્કાર કરવાની માંગ

અમદાવાદ : ફટાકડા બજારમાં મંદીનો માહોલ, ચાઇનીઝ ફટાકડા બહિષ્કાર કરવાની માંગ
X

કોરોનાને કારણે દિવાળી તહેવાર દરમિયાન માર્કેટમાં જોઇએ એવો માહોલ જોવા મળી રહ્યો નથી. ફટાકડાબજારમાં મંદી જોવા મળી રહી છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે રાજ્યમાં ફટાકડા વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પાલન કરવા સૂચના અપાઈ છે. જોકે ફટાકડા ફોડવા અંગે હજી સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.

ગુજરાત સરકાર દ્વારા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા દિવાળી તથા અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા સંબંધી જરૂરી આદેશો આપવામાં આવ્યા છે, જે અનુસાર સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશનર દ્વારા કલમ 144 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડવામાં આવ્યા છે. ફટાકડાનાં ગેરકાયદે આયાત, સંગ્રહ અને વેચાણ સામે પગલાં લેવામાં આવશે. આ જાહેરનામાને વેપારીઓ પણ આવકારે છે. તે લોકો કહી રહ્યા છે કે રાજ્ય સરકારનો આ નિર્ણય સારો છે. બે વર્ષથી તેમને વિદેશી ફટાકડા વહેંચવાનું બંધ કરી દીધું છે.

વિદેશી ફટાકડા બંધ કરાવવામાં આવ્યા તે વાતને તો ગ્રહકો પણ સ્વીકારે છે. ગ્રાહકો પણ મણિ રહ્યાં છેકે ચાઈનીઝ વસ્તુ બંધ થવી જોઈએ કારણકે જે પ્રમાણે ચીન અને ભારતની બોર્ડર પર તણાવ ચાલે છે જે આખી દુનિયામાં ચાઈનાએ જે વાયરસનો ફેલાવો કર્યો છે તેના કારણે ચાઈનીઝ વસ્તુનો બહિષ્કાર કરવો જોઈએ। ચાઈનીઝ ફટાકડાના કારણે પ્રદુષણ પણ વધારે ફેલાય છે. ફટાકડા દેખાવમાં ખુબજ સારા લાગે છે પરંતુ તેનાથી નુકશાન પણ વધારે થાય છે જેથી આ નિર્ણય ને ગ્રહકો પણ આવકારે છે.

દિવાળીના તહેવારને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ફટાકડા ફોડવા બાબતે પ્રતિબંધ લગાવાની શક્યતા છે. આ મામલે રાજ્ય સરકારે હજી કોઇ નિર્ણય લીધો નથી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દિવાળીના તહેવારો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાના મૂડમાં નથી, કારણ કે દિવાળી સાથે ગુજરાતી નવું વર્ષ આવે છે તથા આઠ મહિના લાંબા લોકડાઉનથી કંટાળેલા લોકોના જીવનમાં દિવાળીના પર્વ દરમિયાન આનંદ અને ઉલ્લાસનો પ્રકાશ ફેલાય એ માટે સરકાર આ પ્રતિબંધ ઇચ્છતી નથી. પરંતુ જે ગાઈડલાઈન છે તે પ્રમાણે કદાચ રાતે 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની પરવાનગી સરકાર આપી શકે છે.

Next Story