Connect Gujarat
સમાચાર

અમદાવાદ : કોરોનામાં ગુજરાતીઓને જાગ્યો આયુર્વેદ પર વિશ્વાસ!

અમદાવાદ : કોરોનામાં ગુજરાતીઓને જાગ્યો આયુર્વેદ પર વિશ્વાસ!
X

રાજ્યમાં કોરોનાની મહામારી વકરી રહી છે ત્યારે એલોપેથી કરતાં લોકોને આયુર્વેદમાં વધુ વિશ્વાસ બેઠો છે. કોરોનાની સારવારમાં આયુર્વેદની દવાથી સારા પરિણામ પણ મળ્યાં છે ત્યારે આયુર્વેદ સેકટરને એક નવો વેગ મળ્યો છે. છેલ્લાં દસ મહિનામાં ગુજરાતમાં 85 આયુર્વેદ ફાર્મા કંપની શરૂ થઈ છે. . આયુર્વેદ દવાની માંગ વધતાં આયુર્વેદ ફાર્મા ક્ષેત્ર તરફનો ઝોક વધ્યો છે.



દિવાળીના તહેવારો બાદ રાજયમાં કોરોનાના કેસો વધ્યો છે. કોરોનાની હજુ દવા શોધાઈ નથી. ત્યારે એલોપેથી કરતા ગુજરાતીઓને આયુર્વેદિક દવા પ્રત્યે વધુ વિશ્વાસ જાગ્યો છે. આયુર્વેદિક ઉકાળાથી માંડી રોગપ્રતિકારક શક્તિ વધે તેવી આયુર્વેદ દવાઓની ડિમાન્ડ વધી છે. આ મામલે આયુર્વેદીક ડૉ.હસમુખ સોની ચેરમેને જણાવ્યું કોરોના મહામારીમાં રાજ્યના લોકોનો આયુર્વેદ પ્રત્યે વિશ્વાશ વધ્યો છે આયુર્વેદિક દવાઓની ખૂબ મોટા પ્રમાણમાં ડિમાન્ડ વધી છે. ઇમ્યુનિટી બુસ્ટર, ઘનવટી, ઉકાળા જેવી અનેક પ્રોડકટની ડિમાન્ડ બજારમાં વધી છે. લોકોને આયુર્વેદ તરફ વિશ્વાસ વધ્યો છે.


રાજ્યમાં કોરોના કાળમાં આયુર્વેદિક દવાના ઉત્પાદનમાં બમણો વધારો થયો છે. ગત વર્ષે આયુર્વેદ દવાના ઉત્પાદન માટે માંડ 30-35 ફાર્મા કંપનીઓને લાયસન્સ અપાયા હતાં. જયારે આ વર્ષે ફેબ્રુઆરીથી માંડીને નવેમ્બર સુધીમાં કુલ 85 આયુર્વેદિક કંપનીઓને લાયસન્સ અપાયા છે. જ્યારે 27 નવી આયુર્વેદ ફાર્મસીઓ શરૂ થઈ છે. આયુર્વેદ દવાનું ઉત્પાદન કરતા 58 લોન લાયસન્સ આપવામાં આવ્યાં છે. અન્ય વ્યક્તિની ફેક્ટરી હોય જયાં બીજા કોઈ વ્યક્તિને દવાનું ઉત્પાદન કરવું હોય તેને લૉન લાયસન્સ આપવામાં આવે છે.

Next Story