Connect Gujarat
Featured

અમદાવાદ : વિધાર્થીઓના સચોટ માર્ગદર્શન માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા "કારકિર્દીના ઉંબરે" પુસ્તકનું વિમોચન

અમદાવાદ : વિધાર્થીઓના સચોટ માર્ગદર્શન માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કારકિર્દીના ઉંબરે પુસ્તકનું વિમોચન
X

ગુજરાતના વિધાર્થી-વિધાર્થીનીઓને સચોટ અને સરળ માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે, ત્યારે સતત 15માં વર્ષે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી સંપાદિત "કારકિર્દીના ઉંબરે" પુસ્તકનું અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

“કારકિર્દીના ઊંબરે” ધોરણ-12 પછી શું..? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકના સંપાદક ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ધોરણ-12 પછી અભ્યાસક્રમોની અનેક તકો માટે રાષ્ટ્રીય અને રાજ્ય સંસ્થાનોના કટ ઓફ માર્ક્સ, નીટનું કટ ઓફ માર્ક્સ તેમજ દેશ અને રાજ્ય કક્ષાની વિવિધ સંસ્થા અને વિદ્યાશાખાઓની પસંદગીના માપદંડની વિગતો આપવામાં આવેલ છે. આ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની તકો, સાંપ્રત સમયના નવીન અભ્યાસક્રમો સહીત આગળ વધવા શું કરી શકાય તેવી 150 પેજની માહિતી સભર, સચોટ, સરળ માર્ગદર્શક પુસ્તક “કારકિર્દીના ઊંબરે” વિધાર્થી-વિધાર્થીનીઓને ઉતમ જીવન નિર્માણનો સાથીદાર બની રહેશે. સાથોસાથ દેશમાં આગામી સમયની માંગ અનુસાર રોજગારીની વિવિધ તકો ઉપર વિશેષ વિગતોનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Next Story