Connect Gujarat
Featured

અમદાવાદ : કોરોનાના નવા સ્ટ્રેનવાળો દર્દી મળી આવતાં આરોગ્ય વિભાગ બન્યું સતર્ક

અમદાવાદ : કોરોનાના નવા સ્ટ્રેનવાળો દર્દી મળી આવતાં આરોગ્ય વિભાગ બન્યું સતર્ક
X

વિશ્વમાં ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળતાં ગુજરાત સરકાર પણ સક્રિય બની છે. બ્રિટનથી પરત આવેલાં રાજકોટના યુવાનમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળતાં તેને સારવાર માટે ખસેડાયો છે..

બ્રિટનમાં જોવા મળેલાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન રાજ્યમાં અમદાવાદમાં મળી આવતા હડકંપ મચી ગયો છે. 4 નવા સ્ટ્રેન મળી આવતા રાજ્યનું આરોગ્ય તંત્ર અને સ્થાનીક તંત્ર હરકતમાં આવ્યું છે રાજ્યના આરોગ્યના અગ્ર સચિવ જ્યંતી રવિએ જણાવ્યું હતું કે સરકાર આ મામલે પહેલેથી તૈયાર હતી અને અમે સંબધિત સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે અને આ દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલુ છે.
અમદાવાદ બાદ રાજકોટમાં પણ કોરોનાના નવા સ્ટ્રેનનો એક કેસ સામે આવ્યો છે. બ્રિટનથી રાજકોટ પરત ફરેલા યુવકમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો છે. રાજકોટના યુવક અને પરિવારના સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. આ તમામ પ્રવાસીઓ બ્રિટનથી આવેલાં છે તેમજ બાકીના 6 મુસાફરોના સેમ્પલ પણ પુના ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

Next Story