/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/01161221/maxresdefault-5.jpg)
અમદાવાદ શહેરમાં ભારે વાહનોના પ્રવેશ અને તેના આવનજાવન માટે ચોક્કસ સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. છતાં માર્ગ પર બેફામ ડમ્પરો અને ટ્રકો દોડતી રહે છે, ત્યારે એસજી હાઇવે પર ગોતાબ્રિજ નીચે સર્જાયેલ ડમ્પરના અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
આપ વિડિયોમાં જોઈ શકો છો કે, ગોતાબ્રિજ નજીકથી પસાર થતાં એક ડમ્પરનું હાઇડ્રોલિક્સ ખુલ્લી જતા ડમ્પરની પાછળનો ભાગ ઉંચો થઈ ગયો હતો. જોકે ચાલકે ડમ્પરને બેફામ રીતે હંકારતા પાછળના ભાગે પહેલા ટેલિફોન વાયર તોડ્યો હતો અને બાદમાં ડમ્પર ઓવરબ્રીજ સાથે ધડાકાભેર અથડાયું હતું. સદ્દનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ આ પ્રકારના ડમ્પરો શહેરમાં બેફામ રીતે દોડી રહ્યા છે, ત્યારે ડમ્પરનું હાઈડ્રોલીક ઊંચું થઈ જતાં પાછળથી આવતી કારના ચાલકે તેનો વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ કર્યો હતો, ત્યારે તે જ સમયે બે મહિલાઓ પણ ત્યાંથી પસાર થતી દેખાય છે. જોકે ડમ્પરની પાછળનો ભાગ તૂટયો ન હતો. નહીંતો કેટલાક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો પણ હોત, ત્યારે હવે બેફામ રીતે દોડતા ડમ્પર અને વાહનચાલકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.