અસદુદ્દીન ઓવૈસી આવતીકાલે અમદાવાદની મુલાકાતે; સેન્ટ્રલ જેલમાં અતિક અહેમદને મળશે

New Update

ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાય અને નવા મંત્રીમંડળના ફેરફારથી વિધાનસભાની વહેલી ચૂંટણીની આશંકા લાગી રહી છે. રાજકીય પાર્ટીઓ તેની તૈયારીઓમાં લાગી છે. ત્યારે AIMIM ના નેતા અસદુદ્દીન ઓવૈસી આવતીકાલે સોમવારે વહેલી સવારે ગુજરાત આવી રહ્યા છે.ઓવૈસી અમદાવાદમાં આખો દિવસ રોકાવાના છે.

એરપોર્ટથી હોટેલમાં રોકાણ બાદ સવારે 9.30થી 10 વાગ્યે તો અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં પૂર્વ બાહુબલી સાંસદ અને 103 હત્યાના જેમના પર આરોપ છે તેવા અતિક અહેમદને મળશે. બપોરે પત્રકાર પરિષદ બાદ સાંજે ટાગોર હોલમાં નવનિયુક્ત હોદ્દેદારો સાથે મુલાકાત કરશે આવતીકાલે સવારે એરપોર્ટ પર અસદુદ્દીન ઓવૈસી આવશે. સાબરમતી જેલમાં અતિક અહેમદ સાથે મુલાકાત બાદ તેઓ ગાડીઓના કાફલા સાથે હોટલ પરત કરશે જ્યાં રોડ પર કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે. બપોરે પત્રકાર પરિષદ બાદ શાહઆલમ દરગાહ ખાતે જશે. સાંજે ટાગોર હોલમાં ગુજરાત ના હોદ્દેદારો સાથે મુલાકાત કરી સંબોધન કરશે. સોમવારે સવારે 7 વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે. એરપોર્ટથી સીધા તેઓ ખાનપુર લેમન ટ્રી હોટેલ ખાતે જશે. ખાનપુર હોટલથી. 9.30 વાગ્યે સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિક અહેમદને મળશે. 2022 ની ચૂંટણી માટે તેઓ હાલ રણનીતિ બનાવવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતા ને મળશે. જેમાં બપોરે પાર્ટી વિચારધારા સાથે જોડાયેલા અને બુદ્ધિજીવી લોકો સાથે મુલાકાત પણ કરશે.

Read the Next Article

અમદાવાદ : રૂ. 15 લાખના 11 વિદેશી પોપટની ચોરી કરનાર શખ્સ ઝડપાયો, અન્ય 2 લોકોની શોધખોળ...

સામાન્ય રીતે પૈસા, ચીજ-વસ્તુ કે દાગીનાની ચોરી થયાના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ અમદાવાદ શહેરમાંથી ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો..

New Update
  • શહેરમાંથી ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો

  • 15 લાખની કિંમતના વિદેશી પોપટની થઈ હતી ચોરી

  • વિદેશી પોપટની ચોરી મામલે એક શખ્સની ધરપકડ

  • ફરાર 2 ઈસમોની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા

  • તસ્કરોએ છેલ્લા 15 દિવસથી કરી હતી રેકી : પોલીસ

અમદાવાદ શહેરમાંથી રૂ. 15 લાખની કિંમતના વિદેશી પોપટની ચોરી મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છેજ્યારે ફરાર 2 ઈસમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

સામાન્ય રીતે પૈસાચીજ-વસ્તુ કે દાગીનાની ચોરી થયાના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ અમદાવાદ શહેરમાંથી ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગત તા. 8 જુલાઇના રોજ પાલતુ પશુ-પક્ષીની દુકાનના તાળા તોડીને રૂ. 15 લાખની કિંમતના 11 વિદેશી પોપટ અને અન્ય વસ્તુઓની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાય હતી. આ પક્ષીઓમાં એક-એક પક્ષીની કિંમત રૂ. 1.50 લાખથી લઈને 3.20 લાખ જેટલી થાય છે.

જેમાં ઓસ્ટ્રેલિયન પોપટમકાઉ પોપટઆફ્રિકન ગ્રે પોપટએટલેટસ પોપટબ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ પોપટમોલુટન કાકાટીલટુ પોપટ સહિતના પોપટની ચોરી થઈ હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતીત્યારે અમદાવાદ ગ્રામ્યLCB પોલીસ દ્વારા એક તસ્કરની અટકાયત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઆરોપી છેલ્લા 15 દિવસથી ચોરી કરવાની જગ્યા પર રેકી કરતો હતો. દુકાનમાંCCTV હોવાથી કેમેરાની સ્વીચ બંધ કરી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીંચોરી કર્યા બાદ કારમાં પોપટને ચોક્કસ જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ 2 દિવસે પોપટને બહાર કાઢ્યા હતા. ચોરીના ગુન્હામાં 3 આરોપી હતા. જેમાંથી આરોપી વિશાલની ધરપકડ કરવામાં આવી છે. વિશાલ અગાઉ પણ બકરા ચોરીના કેસમાં પકડાયેલ છે. જોકેદિવાળી બાદ તેના લગ્ન હોવાથી પૈસાની જરૂર હતીજેથી ચોરીનો પ્લાન બનાવ્યો હતોતારે હાલ તો અન્ય 2 ફરાર આરોપીની ધરપકડના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.