Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : 15 લાખ રૂપિયાથી વધુની કિમંતોના વાહનો પર "વાહન વેરો" વધારાયો

ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા ભરાયેલું પગલું, 15 થી 24 લાખ રૂા.ના વાહનો પર 3.5 ટકા વાહન વેરો.

X

રાજયમાં ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં 15 લાખ રૂપિયાથી વધુ કિમંતના વાહનોની ખરીદી પર ભરવામાં આવતાં વાહનવેરાના દરમાં વધારો કરાયો છે. આ ઉપરાંત ઇલેકટ્રીક વાહન ખરીદનારને વાહનવેરામાંથી આજીવન છુટ આપવામાં આવશે.

અમદાવાદમાં 15 લાખ રૂપિયાથી વધારે કિમંતનું વાહન ખરીદનાર પર વાહનવેરાનું ભારણ વધશે. રૂપિયા 15 થી 24 લાખના વાહનોના વેરાનો દર 3.5 ટકા કરી નાખવા આવ્યો છે. રૂપિય 25 થી 49 લાખના વાહનો પર વેરાનો દર વધારી 4 ટકા કર્યો છે તો 50 લાખથી વધુના વાહનો પર 5 ટકા વેરાની વસૂલાત કરવામાં આવશે. એએમસીની રેવન્યુ કમિટીમાં લેવાયેલા આ નિર્ણયથી AMCને વાર્ષિક 10 કરોડની આવક થશે.

નવા વેરા અમલમાં આવી ગયાં બાદ 15 લાખથી વધુની કાર જો કોઈ અમદાવાદ થી ખરીદશે તો તેના ખિસ્સા પર વાહન વેરાના વધારાની અસર પડશે જે કારની કિંમત પર આધારિત હશે. અમદાવાદ શહેરમાં દર વર્ષે અંદાજે રૂ.15 થી 25 લાખ ની 1300 થી 1600 ગાડીઓ, રૂ.25 થી 50 લાખની ગાડીઓ 900થી 1100 અને રૂ.50 લાખથી વધુ 250થી 450 કેટલી ખરીદી થાય છે.

Next Story