Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે ન્યાયનો દિવસ, 49 દોષિતોને થશે સજાની સુનાવણી

અમદાવાદ શહેરમાં વર્ષ 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસના 49 દોષિતોને આજે સજાનું એલાન થઈ શકે છે. ગત સુનાવણીમાં તમામ પક્ષોએ સપૂર્ણ દલીલો રજૂ કરી દીધી હતી.

અમદાવાદ શહેરમાં વર્ષ 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસના 49 દોષિતોને આજે સજાનું એલાન થઈ શકે છે. ગત સુનાવણીમાં તમામ પક્ષોએ સપૂર્ણ દલીલો રજૂ કરી દીધી હતી.

અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટોમાં 56થી વધારે લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. 14 વર્ષ સુધી ચાલેલી ટ્રાયલ બાદ વિશેષ અદાલતે ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યાં છે. અદાલતના ચુકાદા બાદ બચાવ પક્ષે સજા સંદર્ભમાં આરોપીઓની દલીલો સાંભળવી જોઇએ તેવી અરજી કરી હતી. આ અરજી સંદર્ભમાં વિશેષ અદાલતમાં આરોપીઓના વકીલ અને સરકાર તરફેના વકીલોની દલાલ સાંભળવામાં આવી હતી.

સરકારી વકીલોએ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરી છે. જયારે બચાવ પક્ષે આરોપીઓને ઓછામાં ઓછી સજા થાય તેવી દલીલ કરવામાં આવી છે. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હવે અદાલતે સજાની જાહેરાત કરવા માટે ફેબ્રુઆરીની 18મી તારીખ નક્કી કરી છે, ત્યારે આજે 18મી તારીખે ખાસ અદાલત દ્વારા 49 આરોપીઓની સજાનું એલાન કરી દેવામાં આવશે.

Next Story